________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેબૈ–તૃષ્ણએ કોઈ પણ આત્માને દુઃખ થાય એવી પ્રવૃત્તિ ન કરવી, શરીરરૂપ આવાસમાં આત્મારૂપ ઈશ્વર બ્રહ્મ છે, તેને સેવે પૂજે. જડવિશ્વમાં આત્મારૂપ ઈશ વિના કોઈ પણ મહાન પરમાનંદરૂપ નથી. દેશ, જાતિ વર્ણ શરીર ભેદે અનેક ઉપાધિવાળા આત્માઓને શુદ્ધ ઉપાધિ રહિત આત્મા ઇશરૂપે દેખે. કેઈ પણ આત્માની સાથે રહેલી પ્રકૃતિને આત્મા ન માને. મન વાણી અને કાયામાં રહેલ આત્માને શુદ્ધ બુદ્ધિથી દેખી અનુભવી શકાય છે. આત્માની આગળ ધનની કંઈ કિંમત નથી. આત્મામાં આનંદ છે પણ ધનમાં આનંદ નથી. ધનથકી થતે આનંદ કલ્પિત છે. પિતાના હૃદયમાં ઈશ્વરનું સમરણ કરવું. સર્વજડવત્ કરતાં આત્મારૂપ ઇશ્વર અનંત ગુણ મહાન છે તેની પ્રાપ્તિ માટે જ્યાં ત્યાં ઈશ્વરની ભાવના ભાવવી અને દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પ્રામાણિક વિચારાચારથી હૃદયની શુદ્ધિ કરવી કે જેથી શુદ્ધહદયાદશમાં આત્માની ઝખી અનુભવાય.
For Private And Personal Use Only