________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માસ્તિકાય, પુલાસ્તિકાય, કાલાસ્તિકાય, એ ષડૂ દ્રવ્યને ગુણ પર્યાય સહિત જણાવ્યાં, તથા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા બંધ અને મેક્ષ એ નવ તત્ત્વ હે જણવ્યાં. જીવમાં અને અજીવ દ્રવ્યમાં ષડુ કને અંતર્ભાવ થાય છે. આત્મ તત્ત્વમાં અને જડ તત્વમાં નવ તત્ત્વને અતર્ભાવ થાય છે. સાત નયની અપેક્ષાએ પ દ્રવ્ય અને નવતત્વનું વાસ્તવિક પૂર્ણ સત્યસ્વરૂપ હું જણાવ્યું છે. અસંખ્ય દૃષ્ટિએ આત્મતત્ત્વ અને જડતત્ત્વનું સ્વરૂપ સમજાય છે. દુનિયામાં જેટલાં દર્શનધર્મ મતધર્મ ભેદે છે તે એકેક દૃષ્ટિથી પ્રગટેલા છે અને પિતાની દૃષ્ટિ વિના અન્ય દૃષ્ટિની માન્યતાનું એકતિ ખંડન કરે છે અને દૃષ્ટિ ધર્મ મતભેદે ખેદ વૈર યુદ્ધ કરી ભવભવ ભ્રમણ કરે છે. એક નય વિચાર દૃષ્ટિ રાગે અને અન્ય સર્વ દૃષ્ટિના દ્વેષથી અજ્ઞાન મેહે છે! સંસાર સાગરમાં પરિભ્રમણ કર્યા કરે છે. હે પ્રભે! મહાવીર દેવ!!! હારી સર્વજ્ઞતાની બલિહારી છે. હું અસંખ્યદૃષ્ટિની સાપેક્ષાએ અંશેઅંશ સાધનધર્મ, સાધ્વધર્મ, આત્મ અને જડધર્મ જણાવ્યું છે તેથી જૈન દર્શન અને જૈન ધર્મ જાણતા અજ્ઞાનને નાશ થાય છે. હે વીતરાગદેવ હે રાગ દ્વેષને સર્વથા નાશ કર્યો છે. રાગ અને દ્વેષને નાશ થયા વિના આત્મામાં કેવલજ્ઞાન પ્રગટ થતું નથી. રાગ દ્વેષના નાશથી કેવલ જ્ઞાન પ્રગટે છે. જેમ જેમ રાગ દ્વેષનાં આવરણે ક્ષય પામે છે તેમ તેમ આત્માનું સત્યજ્ઞાન અંશે અંશ પ્રગટે છે. વાદળાંથી આચ્છાદિત થએલા સૂર્યને પ્રકાશ જેમ પૃથ્વી પર પડતું નથી તેમ જ્ઞાનાવરણાદિ કર્મોથી આચ્છાદિત આત્માના જ્ઞાનને પ્રકાશ અપેપર પડતું નથી અર્થાત જ્ઞાનમાં અન્ય પદાર્થો ભાસતા નથી. અનાદિકાલથી આત્માની સાથે આઠે કમને,સંગ છે તેથી આત્માની જ્ઞાનાદિ શક્તિ છતી છે પણ તે સામર્થ્ય રૂપે પ્રગટેલી નહિ. હેવાથી તિભાવીશક્તિ
For Private And Personal Use Only