________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લિક ઉત્તરાધ્યયન, સૂયગડાંગ, ઉપાસકદશાંગ, ઠાણાંગ, જીવાભિગમ, પન્નવણા, નંદિસૂત્ર, વિપાકસૂત્ર વગેરે સૂરોને અમારા મુખથી સાંભજ્યાં તથા શ્રીમદ્દ દેવચંદ્રત સર્વ છપાયેલાં પુસ્તકને સારી રીતે અમારી પાસે અભ્યાસ કર્યો હતે. શ્રીમદ્ આનંદઘનની વીશી તથા શ્રીમદ્દ દેવચંદ્રની વીશી તથા અમારી બનાવેલી વીશી તથા શ્રીયશોવિજયજી ઉપાધ્યાયની વીશી તેમણે મુખે કરી હતી. તથા અમારાં બનાવેલાં અનેકપદે તથા શ્રીમદ્ આનંદઘનજીનાં પદે તેમણે મુખે કર્યાં હતાં તથા અમારા રચેલા સર્વ ગનું તથા પૂર્વાચાર્યોના રચેલા ઘણા ખસ ગ્રન્થનું તેમણે સારી રીતે વાચન કર્યું હતું. તેમણે વિ. સં. ૧૯૬૦ માં માઘ માસમાં અમારી પાસે શ્રાવઠાનાં બારવ્રત ઉચ્ચર્યાં હતાં, તે દરરોજ એક સામાયિક અને પ્રતિક્રમણ કરતા હતા. પ્રભુવીતરાગદેવની પૂજા કરીને બપોરનું ભોજન લેતા હતા. પ્રાતઃ કાલમાં ગુરૂદેવનાં દર્શન તથા વંદન કરીને નમુક્કારસી પ્રત્યાખ્યાન કરીને પશ્ચાત્ નમુક્કારસહી પ્રત્યાખ્યાન પાળી આહાર ગ્રહણ કરતા હતા. આઠમ ચતુર્દશી વગેરે પર્વ દિવસના ઉપવાસ કરતા હતા. ગમે તેવી માંદગીમાં પણ છેવટ સુધી તેમણે સામાયિક કર્યું હતું. વિશાઓશવાળકુલમાં શાહુકારના ધંધાથી તેમનું કુટુંબ શાહ તરીકે પ્રસિદ્ધ થયું હતું. વિ. સ. ૧૯૬૦ના માઘમાસમાં શાને અમારી પાસે તેમણે અભ્યાસ કર્યો અને આત્મા દેવગુરૂધમની શ્રદ્ધાથી તેમણે સમ્યગુદર્શનની પ્રાપ્તિ કરી હતી, અને આત્મપ્રભુને અનુભવ કરી આત્મસ્વરૂપે જાગ્રત થયા હતા. ત્યારથી તેમનામાં અનેક ગુણને વિકાસ થવા લાગ્યું હતું. મોહનભાઈએ વિજાપુરમાં અગર અન્યત્ર કોઇની સાથે લડાઈ ટ કલેશ કર્યો નથી. કોઈ વખત પ્રગટપણે ક્રોધવડે ધમધમી ગએલા દેખાયા નથી એટલે તેમણે ક્રોધ ઉપર વિજય મેળવ્યું હતું, તેમનામાં સેવાભક્તિ અને
For Private And Personal Use Only