________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય શરીર એક દેવ મંદિર સમાન છે અને તેમાં રહેલ આત્મા તે દેવ છે અને આત્મામાં જ્ઞાનદર્શન ચારિત્રગુણે છે તે ધર્મ છે એમ જે સમજવામાં આવે તે હિંદુ, મુસલ્માને, ખ્રિસ્તિયો ધર્મ મેહભેદખેદનાનામે ધર્મયુદ્દો કરીને હજારો લાખો મનુષ્યોને સંહાર કરે નહીં તેમજ મનુષ્ય શરીરરૂપ દેવલમાં રહેલ આત્મામાં જ પૂર્ણજ્ઞાન અને સુખ છે એવો જે વિશ્વવર્તિ સર્વ લેકેને બોધ થાય તે તેઓ દેશભૂમિલક્ષ્મી સ્ત્રી અને કામ ભંગના પદાર્થો માટે લાખે પાપે હિંસા દુષ્ટ કર્મો કરે નહી. જયાં સુધી આવું શાન વિશ્વમાં સર્વત્ર સર્વમનુષ્યોમાં પ્રસરે ત્યાં સુધી કેટકેટિ બીજા ઉપાયો કરે છતે પણ વિશ્વમાં શાંતિ સુખને પ્રકાશ ન થાય એમ જેઓ જાણે છે તેઓ આત્મજ્ઞાન અને આત્મસુખના પ્રચારમાંજ અને તેની પ્રાપ્તિમાં સ્વજીવન વ્યતીત કરે છે. ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને તેઓ સ્વાત્માને પરમાત્મારૂપે પ્રગટ કરે છે. આત્મસુખ પ્રગટાવવા માટે જ્ઞાનીમનુષ્ય ગૃહાવાસને ત્યાગ કરીને એકાંત વન ગુફા નિર્જન સ્થાનમાં આત્મધ્યાન ધરે છે, સંયમ તપની આરાધના કરે છે. પૂર્વના નષિમુનિઓ વનમાં નદી કાંઠે ગુફામાં વાસ કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરતા અને આત્મામાં જ ત્રણ ભુવનની બાદશાહી અનુભવતા હતા. આપણે પણ તેઓના માર્ગે ચાલવું જોઈએ. મનુષ્યને સુખ માટે દેશ ભૂમિ રાય લક્ષ્મી સત્તા વિષયભોગેની સામગ્રી કોડે કરડે ઘણી આપવામાં આવે તે પણ અગ્નિમાં કાષ્ઠ હેમવાથી જેમ અગ્નિની શાંતિ થતી નથી તેમ મનુષ્યને તે તે પદાર્થોની પ્રાપ્તિથી ભૂતકાળમાં શાંતિ થઈ નથી, વત માનમાં થતી નથી અને ભવિષ્યમાં થશે નહીં એમ પોતાને આત્મા અનુભવ કરીને પોકાર કરે છે કે ખાનપાનાદિ કામ ભાગોથી સત્ય શાંતિ મળતી નથી ત્યારે હવે કરવું શું નિત્યસુખ ક્યાં છે. અને કેવી રીતે મેળવવું? તેના ઉત્તરમાં જ્ઞાનીએ પાર કરીને
For Private And Personal Use Only