________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા સર્વ મહાદિ આવરણે હડાવીને કેવલજ્ઞાની સર્વજ્ઞ થાય છે. મનુષ્યમાં પ્રવર્તતા જ્ઞાનના તરતમ ભેદેથી કઇ સંપૂર્ણ જ્ઞાની હોય એમ નિશ્ચય થાય છે. કારણ કે અલ્પજ્ઞાન છે તેમ સંપૂર્ણ જ્ઞાન પણ હેવું જોઈએ. સંપૂર્ણજ્ઞાન અને પૂર્ણનન્દ એ બે આત્માના ગુણે છે તે મહાશિ આવરણે ટળતાં સંપૂર્ણ પ્રકાશે છે. જેનામાં કેવલજ્ઞાન અને પૂર્ણાનંદ પ્રગટે છે એવા તીર્થંકર સર્વપ્રકાશિત જૈનદર્શન છે તે સંપૂર્ણતયા સત્ય છે અને જેઓને કેવલજ્ઞાન નથી એવા મહાત્માઓ કે જેઓએ એકેકનય દૃષ્ટિથી એકાંત દર્શનવાદ પ્રકા છે તે દર્શને જયારે પરસ્પરનયની સાપેક્ષતાને સ્વીકારે છે ત્યારે તે સમ્યગઢષ્ટિપણાને પામે છે. શ્રી સર્વશપ્રભુ કથિતનની સાપે. સાએ સર્વદર્શનધર્મશાસ્ત્રોનું જ્ઞાન કરીને યોગના આઠે અંગની આરાધના કરવી. આત્માઓ અનંતા છે અને તે પ્રતિ શરીર ભિન્ન ભિન્ન છે. આત્માઓના બે ભેદ છે. સંસારી આત્માઓ અને સિદ્ધાત્માએ આઠ કર્મ રહિત આત્માઓ છે સંસારી આત્માઓ છે અને અષ્ટકમ રહિત શુદ્ધાત્માઓ છે. સંસારી જી. વિના બે ભેદ છે. સ્થાવર છે અને ત્રસજી, પૃથ્વીકાય, અષ્કાય, તેજરકાય, વાયુકાય અને વનસ્પતિ છે તે સ્થાવરજીવે છે. કન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પચ્ચેન્દ્રિય છો તે ત્રસજી છે. પચેન્દ્રિયજીવોના દેવે, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ભેદ છે. ભુવનપતિ, વ્યંતર, તિષ અને વૈમાનિક એમ દેના ચાર ભેદ છે. જલચર, ખેચર, થલચર, ઉરપરિસર્પ અને ભુજપરિક્ષપ એમ પચેન્દ્રિય તિયના ચાર ભેદ છે, સાત નરકે છે અને તે અહીંથી અનુક્રમે નીચે નીચે છે. ચોરાશી લાખ જીવનિ છે. વૈમાનિક દેનાં વિમાને ઉચે છે. ભુવનપતિ અને વ્યંતર દેવ અને દેવીઓ આ પૃથ્વીની નીચે છે. દશ દષ્ટાતિ દુર્લભ એવો મનુષ્ય જન્મ છે તે અનંતપુણ્ય સામૂહથી
For Private And Personal Use Only