________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિમના દલિત અત્યામાં આપણે
૧૫૦ અશુભપાપાને ત્યાગ કરીને શુભપુણ્યમય કર્મો કરવાં જોઈએ. પુણ્ય પાપ પણ ત છે તે બંને પ્રકૃતિમાં અંતમાંવ થાય છે. ચારિત્રધર્મની આરાધના અને તેથી આત્માના ગુણપર્યાની શુદ્ધિ તે પણ શ કહેવાય છે, તેમજ કૃષિ અર્થાત કરવા ચોગ્યને પણ કૃતમ કહેવામાં આવે છે. આત્માની પૂર્ણશુદ્ધિ તે કૃત્ય છે, આત્માના ગુણપર્યાયે જે તિભાવે રહેલા છે તેને આવિર્ભાવ કરે તે કૃત્ય છે, આત્માની પરમાત્મદશા કરવી તે કર્તવ્ય કૃત્ય છે. આત્મા સ્વયં પરમાત્મા છે. માટે હે આત્મન !! લ્હારૂં શુદ્ધોપગે આત્મધ્યાન, આત્મરમણતા કરવી, આત્મામાં આત્મભાવે પરિ સુમવું અને કર્મના ઔદયિકમાયિષ્પરિણમનથી ભિન્ન થવું એજ હારૂં કૃત્યકર્મ છે, તે જે જે અંશે કર્યું તે સ્મરણ કર અને દેહપ્રાણના વિયોગકાલે પરમાત્માનું સ્મરણ કર. આત્માની ઉન્નતિ કરતાં કરતાં છેવટે પરબ્રહ્મરૂપ થવું, તેનાં જે કમેં, ક્રિયાઓ છે તેની સાધના કરવી અને પરમાત્મપદ પ્રાપ્ત કરવું તેજ સત્યકૃત્ય છે. આ દુનિયામાં આત્મા અને આત્માનાં સત્યકવિના અન્ય કોઈ વસ્તુસારભૂત નથી, આત્મા એક અમૃત છે. શરીર પ્રાણ ક્ષણિક છે. એમ નિશ્ચય કરીને આત્મરૂપે પરિણમવું એજ સાર છે. શરીરમાં રહેલે આત્મા પૂવે પણ અનેક અન્ય શરીરમાં હતું અને પાછો નવીન અન્ય શરીરમાં કર્મ બળે જાય છે. પૂર્વે પણ આત્મા શરીરમાં હતો તે નીચેની કૃતિથી સિદ્ધ થાય છે. હવે મઘમાખી. છાણ નારા-ઘા ૮૭ હે સૌમ્ય ! આ બ્રહ્મ પૂર્વે આગળ પણ હતું, અર્થાત
આ શરીરમાં રહેલે આત્મા પૂર્વે પણ અન્ય દેહમાં હતું, કારણ કે તે નિત્ય છે. આ શરીરમાં રહેલે આત્મા છે તે જ્યાં સુધી કર્મની સાથે સંબંધવાળો છે ત્યાં સુધી પરભવમાં જાય છે, અને ત્યાં માતાના ઉદરમાં ગર્ભમાં રહે છે. કહ્યું છે કે નાપતિથતિમાં પણ
For Private And Personal Use Only