________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારે વરૂપ સ્મરણ કર, કતને સ્મર. હારાં કર્તવ્ય કર્મોથી તું પર ભવમાં દેહને ધારણ કરીશ. પરભવ જતાં આત્માની સાથે કૃતકમ જાય છે. પરભવમાં જતાં જીવતું કોઈ શરણ થતું નથી. બકરીને જેમ વાઘ પકડી લેઈ જાય છે તેમ પરભવમાં ચેતનને કર્મ લઈ જાય છે. પરભવમાંથી આ ભવમાં ચેતન એકલે આવે છે અને પરભવમાં તે એળે જાય છે, આત્માથી દેહાદિસર્વવસ્તુઓ ભિન્ન છે, રાગદ્વેષ વગેરે કષાયે પણ આત્માને ધર્મ નથી. આત્માની શુદ્ધપરિણતિથી રાગદ્વેષની પરિણતિ ભિન્ન છે. જ્યાં સુધી રાગદ્વેષ છે ત્યાં સુધી જન્મમરણની પરંપરા છે. જ્યાં સુધી કમ છે ત્યાં સુધી પરમાત્માનું (કારનું) સ્મરણ કરવું જોઈએ, હે આત્મન !! જે જ હુને પ્રિય લાગે છે તે સ્વમ સમાન ક્ષણિક છે, માટે જ્યાં તું પર જડવસ્તુઓમાં મુંઝાય છે અને ક્યાં સુધી તું મેહને ગુલામ રહીશ? એ પ્રમાણે આત્માને વૈરાગ્યભાવથી શુદ્ધ કરવા માટે તથા કૃતનું મરણ કરવા માટે ઉપગ રાખે. છેવટે શરીર ભસ્માંત થઇ જાય છે. અમૃત આત્મા અને તકમ બન્ને સાથે પરભવમાં જાય છે. મેક્ષદશામાં તે એકલે આત્મા શુદ્ધસ્વરૂપે રહે છે. જીવન્મુક્તને કેવલજ્ઞાનદશામાં કેઈનું મેહદૃષ્ટિએ સ્મરણ હેતું નથી, માટે આ મંત્ર પરભવમાં જતાં અંતે શી અવસ્થા થાય છે તેનું વર્ણન કરે છે. આત્મા અને કર્મ એ બે સાથે પરભવમાં જાય છે અને ત્યાં પુનઃ કર્મથી શરીરની રચના થાય છે અને તેમાં આત્મા રહે છે. કેટલાક જડવાદી નાસ્તિકે કહે છે કે દેહના મૃત્યુ પછી કંઈ નથી, તેને આ મંત્ર ઉપર ખાસ લક્ષ્ય આપી વિચાર કરે જોઈએ. બ્રહ્મ વિના અન્ય કંઈ વસ્તુ નથી એક બ્રહ્માજ છેકમ નથી, એમ જેઓ માને છે તેઓને આ શ્રુતિ, આત્મા અને કમ બે પરભવમાં સાથે જાય છે એવું જાહેર કરે છે. પરભવમાં શુભાશુભાર્મ પ્રમાણે અવતાર-(જન્મ) થાય છે, માટે આભવમાં
For Private And Personal Use Only