________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે કમ બધાથ છે અને શુક્રવ્યાકિનયની અપેક્ષાએ આ ભાની સાથે કર્મને સંબંધ થતું નથી. એકાંતશુદ્ધદ્રવ્યાર્થિક સંગ્રહનયને માનીને એકાંતે આત્માની સાથે કર્મને સંબંધ નહીં માનનારા અને વ્યવહારનયની અપેક્ષા નહીં સ્વીકારનારાને સમ્યગુરુ દષ્ટિ નથી, તેમજ એકાંતવ્યવહારનયને માનનારા અને સત્તા ગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયને ઉત્થાપનારા પણ સમ્યગ જ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નથી. સર્વકર્મથી વિમુક્ત થએલા સિદ્ધબુદ્ધપરમાત્માઓ જાણવા. ઇત્યાદિ સ્યાદ્વાદષ્ટિએ સમ્યક વેદાંત જ્ઞાનસાર જાણે છે, તે સર્વદર્શનમતપથના એકાંતમિથ્યાદાગ્રહથી મુક્ત થે સમ્યગુજ્ઞાનવડે આત્મારૂપ પુરૂષના કલ્યાણતમરૂપને દેખી પરમાનંદરસને આસ્વાદે છે અને તે જન્મજરામરણાદિ ભયથી રહિત હૈ નિર્ભય બને છે. સર્વ દેહે તે આત્માઓનાં દેવલે છે એમ આત્મજ્ઞાની દેખે છે, જાણે છે, તેથી તે સર્વજીનાં શરીરને હણ નથી અને પ્રાણુઓનાં તથા મનુષ્યોનાં દેહેની હિંસા થતી અટકાવે છે. તે સર્વમનુષ્ય પશુપંખીઓ વગેરેને આત્માઓ તરીકે દેખે છે તેથી તે સર્વજીમાં આત્મપ્રેમ ધારણ કરે છે અને નિષ્કામભાવે સત્તાએ સર્વજીને પ્રભુરૂપ ગણુને સર્વજીની સેવાભક્તિ કરે છે અને સર્વ મનુષ્યને પરમાત્મારૂપે થવામાં તન મન ધનથી અપઈ જાય છે. મનુષ્યમાં સર્વપ્રકારની જ્ઞાનાદિ ગુણેની શક્તિ પ્રગટાવવી તેજ મનુષ્યોની ઉચ્ચતરસેવાભકિત છે. મનુષ્યોમાં રહેલી કામાદિપાવવૃત્તિયોને સંહારવી તે જ્ઞાનીઓનું કર્તવ્ય છે. એકવાર આત્માનું રૂપ દેખ્યું એટલે મુક્તદશા થઈ એમ વાળા રે (ભગવતીસૂત્ર)એ સૂત્ર ન્યાયથી જાણવું. સર્વ મનુષ્યોમાં આત્મરૂપપુરૂષને દેખ્યા પછી પૂર્વની માયાદષ્ટિને વિલય થઈ જાય છે અને સર્વજીની સાથે આત્મા એબ્રહારસે રસાઈ જાય છે, અને મેહદષ્ટિને સર્વથા લય કરી આત્માજ પરમાત્મા બને છે. જીવતાં છતાં
For Private And Personal Use Only