________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્શાવ્યા છે, તેઓને આચરે છે અને આત્માના ઉજવલ પરિણામેની વૃદ્ધિ તથા આત્મશુદ્ધિ કરવા દ્રવ્યભાવ વ્યવહાર નિશ્ચયથી પ્રવૃત્તિ કરે છે. સમ્યગુદૃષ્ટિ એવા ચારેવણના ગ્રહનું મુખ્ય ધ્યેય પરમાત્મપદને પ્રાપ્ત કરવાનું હોય છે તે દૃષ્ટિને કેન્દ્ર બનાવીને સંસાર
વ્યવહારની તથા ધર્મની સર્વપ્રવૃત્તિયોને આચરે છે. આત્માનું દય શુદ્ધાત્મરૂપ થવાથી અને સર્વ પ્રકારનાં પીળલિકસુખની કામના ટળવાથી સંસારમાં રહ્યા છતાં નિષ્કામભાવે મોક્ષ સુખની આશાએ સર્વધર્મી પ્રવૃત્તિ થાય છે. એવા સમ્યગદૃષ્ટિ પડાવશકની કરણી કરે છે. પ્રભુ પ્રતિમાનાં દર્શન કરીને ગુરૂનાં દર્શન વંદન કરી યથાશક્તિ પ્રત્યાખ્યાન ગ્રહી ભજન કરે છે. નિકાલ પ્રભુની પૂજા કરે છે. સુપાત્રમાં દાન વાપરે છે. નિર્મોહ થવા ત્રતાદિક સાધનને સાધે છે. સાધુઓની સેવાભક્તિ કરે છે અને શાસ્ત્રોના રહસ્યને શ્રવણ કરે છે. આત્મારૂપપુરૂષનું કલ્યાણ તમરૂપ દેખ્યા પછી તેઓ આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવાના ગુણસ્થાને પર ચડે છે. સર્વજીને આત્મસમાન ગણવા. કર્મોદયથી સર્વજીના ભિન્ન ભિન્ન વિચારે થાય છે અને અનેક પ્રકારના દેથી તેઓ ષિત છે એમ વિચારવું. પુરુષરૂપ આત્માની તિરૂપ દેખવા માટે સર્વપ્રકારનીષાની વૃત્તિને ક્ષીણ કરવી. સાધુ સંતની સેવા ભક્તિ કરવી, પરમાત્માનું કલાકોના કલાપયેત ચિંતવન કરવું, આત્માનું સ્વરૂપ વિચારવું, અને સર્વ પ્રકારની ઉપાધિથી નિવૃત્ત થવું. નાસ્તિક જડવાદીઓના વિચારેની અસરથી મુક્ત રહેવું. મન વાણી કાયાથી ભિન્ન એવા આત્માને વિચાર કરે. ભિન્ન ભિન્ન ધર્મનાં ભિન્ન ભિન્ન નિમિત્તસાધનમાં પક્ષપાત ન કર. વનસ્પતિ આદિ લેઇને દે પર્યત સર્વમાં સત્તા આત્મ તત્વ વ્યાપી રહ્યું છે, માટે સર્વજીવની હિંસા કરવાના પરિણામથી મુક્ત થવું. પરિણામે બંધ છે. શુભાશુભ પરિણામ
For Private And Personal Use Only