________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાનકમાં દ્રવ્ય મન અને ભાવ મન છે. રિયર દીપકની પેઠે ત્યાં શુકલ ધ્યાનને ઉપયોગી છે. તેમાં સગી કેવલી ગુણસ્થાનકમાં સોપશમભાવનું મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને મન પર્યાવજ્ઞાન રહેતું નથી. સાંખેએ આ ચારશાનને બુફિમાં સમાવેશ કર્યો છે અને બુદ્ધિને પ્રકૃતિ આશ્રિત એકતિ માની છે. તેરમાં સગીગુણસ્થાનકમાં કેવલજ્ઞાનને પ્રકાશ થાય છે અને તેમાં મતિ આદિ જ્ઞાનની પ્રજા સમાઈ જાય છે. કેવલજ્ઞાન તે શુદ્ધ જ્ઞાન છે અને તે શુદ્ધજ્ઞાન અને શુદ્ધ ચારિત્ર તેજ મારૂં શુદ્ધાત્મસ્વરૂપ છે એમ જાણું છું ગુણસ્થાનક ચતુર્દશ છે. મિથ્યાત્વ ગુણ સ્થાનક, સાસ્વાદન, મિશ, અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસંપરાય, ઉપશાંત મોહ, ક્ષીણમેહ, સગી કેવલી, ૧૪ અગી કેવલી. મિથ્યાત્વ બુદ્ધિ જ્યાં સુધી હોય છે અને આત્માદિતનું સમ્યગૂજ્ઞાન પૂર્વક શ્રદ્ધાન થતું નથી, ત્યાં સુધી આત્મા, મિથ્યાત્વગુણસ્થાનક વત કહેવાય છે. સમ્યગુદૃષ્ટિથી પડતાં અને મિથ્યાત્વગુણસ્થાનમાં આવતાં વચ્ચે સમ્યકત્વ મેહીનીને છ આવલિક પતિ જે આસ્વાદ આવે છે તેથી તેને સાસ્વાદન ગુણરથાનક કહેવામાં આવે છે. મિથ્યાત્વ મેહ ટળતાં જ્યાં સુધી સત્ય દેવગુરૂ ધર્મ તત્વની શ્રદ્ધા રૂચિ ન થાય અને મિથ્થાબુદ્ધિથી કલ્પાયેલ કુદેવ કુગુરૂ કુધર્મ અને મિથ્યાતપર અરૂચિ, અશ્રદ્ધા ન થાય ત્યાં સુધી મિથ્થાબુદ્ધિ અને સમ્યગુબુદ્ધિની વચલી અવસ્થામાં રહેનાર આત્મા તે મિશ્રગુણસ્થાનકવતી ગણાય છે. સમગ્ર જ્ઞાનથી અનેકોની અપેક્ષાપૂર્વક નવતને તથા દેવગુરૂ ઘમને નિશ્ચય થાય છે, આત્માપર રૂચિ થાય છે છતાં ક્રોધાદિક કષથી નિવૃત્ત થવાતું નથી તથા હિંસાદિ અવતેથી નિવૃત્તિ થતી નથી પણ આત્મા અને જડપુગલદિમાયાને ભેદ
For Private And Personal Use Only