________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રયત્ન છતાં સર્વવિધ પ્રીતિધર્મવાળું થયું નથી અને થનાર નથી. તથા મુસલ્લાએ આજસુધી ધર્માભિમાનના ઝનૂનથી ટી પ્રયત્ન કર્યા છતાં દુનિયાના સર્વ મનુષ્યો મુસભાને થયા નથી અને ભવિષ્યમાં થનાર નથી. બૌદ્ધોએ આજ સુધી વિશ્વ મનુષ્યોને બૌદ્ધો બનાવવા માટે લાખે પ્રયત્ન કર્યા છતાં હજી સર્વ વિશ્વ કંઈ બૌદ્ધધર્મી બની ગયું નથી અને ભવિષ્યમાં બનનાર નથી. જેનેએ જૈને બનાવવા માટે પ્રયત્ન કર્યા તેથી કંઈ વિશ્વસ્થ સર્વમનુષ્યો જેને થયા નથી અને ભવિષ્યમાં સર્વ મનુષ્યો જૈને બનનાર નથી.એકેશ્વરવાદીઓએ તથા એકબ્રહ્મવાદીઓએ સર્વ લેકોને આજ સુધી એકેશ્વરબ્રહ્મની માન્યતાવાળા કર્યા નથી અને ભવિયમાં કરનાર નથી, ગમે તે સત્ય જૈન સિદ્ધાંત સારે વ્યાપક સિહિત હોય પણ તે દુનિયાના સર્વ મનુષ્યોને એક સરખા માન્ય થયો નથી અને ભવિષ્યમાં થનાર નથી. દુનિયાના સર્વધર્મદર્શને સાતનયોના સાતસે ભેદમાં અંતર્ભાવ થવાથી સર્વ દર્શનધર્મો છે તે અપેક્ષાએ જૈનધર્માગે છે અને સર્વ જાતના ધમીઓ છે તે અપેક્ષાએ સર્વશજિનેશ્વરના અનુયાયીઓ મોક્ષમાર્ગનુસારીઓ જૈને અને તરતમયોગે છે. હિમાલયના કૈલાસ શિખર પર ચઢવા માટે ચારે દિશા અને વિદિશામાં લાખો હજારે સેંકડો ગાઉ રહેલા ગમન કરે તેમાં કૈલાસ તરફ આવતા સર્વયાત્રીઓ જેમ કેલાશાભિમુખી છે, તે અમુક કાલે પણ કૈલાશને પામવાના, તેમ મોક્ષની રુચિવાળા સર્વસંસારીમનુષ્યો આસરાદિભેદે મોક્ષમાર્ગનુસારી છે અને તે મોક્ષને પામ્યા, પામે છે અને પામશે એમ અપેક્ષાએ સર્વજ્ઞમહાવીર પ્રભુનાં વચનેથી પ્રતીત થાય છે અને શ્રી હરિભદ્રસૂરિએ ગદૃષ્ટિ સમુચ્ચયમાં તે બાબતને સ્પષ્ટ કરી જનધર્મની સાગર સમાન વિશાલતા દર્શાવી છે અને એવી રીતે જનધર્મની સમ્યગુણિ પ્રાપ્ત કરી સર્વદર્શનધર્મશાના
For Private And Personal Use Only