________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. આકાશની પેઠે અરૂપી અને અનંતજ્ઞાનાદિ શક્તિમય પ્રદેશેને કેઈથી નાશ થતો નથી અને થવાનું નથી. જડ વસ્તુઓના પરિમાણથી આત્માના પ્રદેશનું કર્મ સહિત અવસ્થામાં અને કર્મ રહિત અવસ્થામાં પરિમાણ ન્યારું છે. તર્કબુદ્ધિથી આત્માના પ્રદેશેનું સ્વરૂપ ખંચ થઈ શકતું નથી અને તર્કથી અનુભવગમ્ય થઈ શકતું નથી એમ સર્વ પ્રકાશે છે. આત્મા તે વસ્તુતઃ શરીરમાં છતાં શરીર નથી, મનને સંબંધી છતાં દ્રવ્ય મનરૂપ નથી. વાણી મન શરીરને પ્રેરક પ્રવર્તક છતાં મનવાણાયાથી ત્યારે છે. આત્મા વસ્તુતઃ નિરાકાર નિરંજન જોતિ સ્વરૂપ છે, તે પુરૂષ શરીરમાં છતાં પુરૂષઢી નથી. સ્ત્રી શરીરમાં વસતાં છતાં સ્ત્રીરૂપ નથી અને નપુંસકતી નથી, બ્રાહ્મણના ગુણકર્મો કરતે છતે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિયના ગુણ કર્મો કરતે છતે વસ્તુત: તે ક્ષત્રિય નથી, અને વૈશ્યના ગુણકર્મો કરતે છતે તે વૈશ્ય નથી અને શુદ્ર અંત્યજના ગુણકર્મો કરતે છતે તે અંત્યજ નથી, તે એશિયા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકાદિ ગમે તે ખંડમાં વસતા છતાં તે ખંડથી આકાશ વાયુની પેઠે ત્યારે છે. રક્ત વર્ણી જાતિમાં રહ્યો છે તે રક્તવણું નથી. ચીનાઆદિ પીળી જાતિમાં તે પીળે નથી, હિંદુઆદિ કાળી જાતિમાં તે કૃણ નથી, તે સવી દેશ ખંડ આચાર કર્મથી વસ્તુતઃ ત્યારે છે. આકાશ જેમ સર્વ ખંડ જલ પૃથ્વી વાયુ મનુષ્ય વગેરે પ્રાણીઓમાં રહ્યા છતાં તેનાથી ન્યારું છે, તેમ શરીરાદિ સર્વમાં વ્યવહાર રહ્યો છતાં તેનાથી ભિન્ન દિન છું. હું આમ, વાયુના સંબંધે વાયુ નથી, તથા અગ્નિ સંબંધી છતાં અગ્નિ નથી, આકાશને સંબંધી હું છું છતાં આકારી નથી. જલને સંબંધી છું છતાં જલ નથી, પૃથ્વીને સંબંધી છું છતાં પૃથ્વી નથી, જડને સંબંધી છું છતાં જડરૂપ નથી. નેતિ નેતિ એ પ્રમાણે નથી, એ પ્રમાણે નથી. આત્મા વડુત પુણ્યકર્મ સંબંધમાં
For Private And Personal Use Only