________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
पूषन्नेकर्षेयमसूर्य । प्राजापत्यव्यूहरश्मीन् समुह . तेजोयत्तेरूपंकल्याणतमं तत्तेपश्यामि योऽसाबसा पुरुषः
તોડમિ ?
શબ્દાર્થ હે પૂજન ! એક યમ! સૂર્ય! હે પ્રજાપત્ય, કિરણના સમૂહને પ્રસારે !! ચલો અને તેને એકત્ર કરે, આપનું જે કલ્યાણતમ તેજ સ્વરૂપ છે તેને દેખું છું અને જે આ પુરૂષ છે, બ્રહ્મ છે તેજ હું છું.
અનુભવાર્થ–પૂષન, એકર્ષિ, યમ, સૂર્ય, પ્રાજાપ્રત્ય વગેરે જ્ઞાની ગષિ છે, તેઓની પ્રાર્થના કરતાં આ મંત્ર રચયિતા કષિ કહે છે કે જ્ઞાનરૂપ સૂર્યના તેજોમય કિરણેને ફેલાવે કરી અને બ્રહ્મવિદ્યાનું સર્વ પ્રકારનું જ્ઞાન એકઠું કરે !! તમારું કલ્યાણ તમ જ્ઞાનરૂપ છે. જ્ઞાન તેજ બ્રહ્મ છે અને શરીર વગેરે પ્રકૃતિ તે પુદગલ જડદ્રવ્ય છે. તમારા બ્રહ્મજ્ઞાનના ઉપદેશથી હવે તમારું બ્રહ્મરૂપ દેખું છે. હિરણ્યમયપાત્રથી સત્યનું સુખ આચ્છાદિત થયું હતું પણ તે પાત્રને ઉઘાડી બ્રહારૂપ દેખ્યું છે. શરીરમાં રહેલા આત્મા, બ્રહ્મ તેજ સત્ય છે એમ હૈ દે હે ઋષિવરો ! હે પ્રભો!!! મહે જાણ્યું છે અને આ બ્રહ્મ તેજ પુરૂષ પરમાત્મા છે અને તેજ હું છું એ નિશ્ચય જ્ઞાનપ્રકાશ થયો છે. માટે હે પૂષન્ ! આદિ સાકારદે ! તથા બષિવર ! તમારો ઉપકાર માનું છું. તમારૂં ક૯યાણ તમ તેજ બ્રહ્મરૂપ છે તેવુંજ મારું સ્વરૂપ છે તેથી બ્રહ્મ તેજ હું અને બ્રહ્મ તેજ તમે છો એવા એ સત્ય પ્રકાશથ છે. હું બ્રહ્મ છું, તમે ગુરૂ ષિઓ બ્રહ્મ છે. સર્વ જી બ્રહ્મ છે, અર્થત આત્માઓ છે, અને સંગ્રહનય સત્તાની અપેક્ષાએ એકાત્મા
For Private And Personal Use Only