________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનની પકવતા કરવી અને રાગદ્વેષાદિ આસક્તિ વિના નિલેપ સાક્ષી ભાવના જ્ઞાનેપગે સર્વ કર્તવ્ય કર્મો કરવાની તથા સેવાદિ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવી. ભય, ખેદ, કેષ આસક્તિના સરકારને સર્વથા ક્ષય કરે. પ્રથમ દિશામાં સેવાભક્તિ કર્તવ્ય કર્મો કરવામાં દે પ્રગટે છે, દયાદિ કર્તવ્યધર્યકર્મો કરતાં અલ્પહિંસાદિ દેશે પ્રગટ છે પરંતુ ઉત્તરોત્તર તેવી ઉચ્ચભૂમિકાઓમાં પ્રવેશ કરતાં અનંત સત્યનાં સર્વ દ્વારા ખુલ્લાં થાય છે. જ્ઞાનથી પાકેલે આત્મા સર્વ સગુણેને પ્રાપ્ત કરે છે તેથી તે વિશ્વનું અનંતગણું કલ્યાણ કરવા સમર્થ થાય છે અને વાત્માને તથા અન્યાત્માઓને ઉદ્ધાર કરી શકે છે. આવા જ્ઞાની આત્માઓ મેહના અસંખ્ય પડદાઓને ભેદીને તેમાં રહેલા આત્માનું અનંત સત્ય દેખી શકે છે. અસત્ય અને સત્ય અપેક્ષાએ સત્ય અને અસત્ય છે, આવા બ્રહ્મને પામવા પરમપ્રેમ શ્રદ્ધાથી પરમ પુરુષાર્થ કર. રાગદ્વેષાદિકષાયકદાગ્રહવિના
તેની પાસેથી સાપેક્ષ આત્મજ્ઞાન મેળવવું. સશપરમાત્મા મહાવીરદેવે પ્રકાશેલું સત્યજ્ઞાન વિચારવું અને આત્મામાં રહેલું સત્ય પ્રગટ કરવું.
For Private And Personal Use Only