________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મપદને પૂર્ણ વિશ્વાસ રાખે અને ઉત્સાહથી કર્મો કરવા. धर्मकार्यस्यलेशोऽषि, महाधर्मायजायते, भक्तेरंशपयासेन, प्रभुपातिध्रुवंभवेत् ॥१॥ स्वल्पमनिकगं सर्व-, काष्ठान्दहतिवेगतः तथाल्पधर्मજડપ, વાવિનાશમ્ શા ધર્મકાર્યને લેશ પણ શ્રદ્ધા પ્રીતિ પૂર્વક કરતાં મહાધર્મની ઉત્પત્તિ કરનાર થાય છે. તેમજ હૃદયમાં ભકિતને શ્રદ્ધાપ્રેમને એક અંશ પ્રગટ હેય છે તે તે વડે ઉત્તરોત્તર ઉચ્ચતર ઉચ્ચતમ ભકિતની ભૂમિકાઓ પર આરોહણ થાય છે અને છેવટે પરાભકિતવડે અવશ્ય પ્રભુ પ્રાપ્તિ થાય છે. સ્વલ્પ અગ્નિ કણ જેમ વધતે વધતે સર્વ કષ્ટોને બાળી નાખવા સમર્થ થાય છે તેમ અલ્પધર્મનું કાર્ય કરતાં છતાં તે અગ્નિકણની પેઠે છેવટે વધીને સર્વજ્ઞાનાવરણાદિકને બાળીને બાળીને ભસ્મ કરી દે છે અને આત્મા કેવલજ્ઞાનની અનંતતિથી પરમાત્મરૂપ બની પૂર્ણાનંદી સિદ્ધ બુદ્ધ પરબ્રહ્માસ્વરૂપે પ્રકાશે છે. જ્ઞાનપૂર્વક કર્મભકિતયોગથી આત્માની સત્વર શુદ્ધિ થાય છે, અને આત્મા ઉપર રહેલ કમરૂપ સુવર્ણ પાત્ર ખસી જાય છે. સુવર્ણ પાવ નીચે દીપકને ઢાંકવામાં આવ્યું હોય છે તે તેથી દીપકને પ્રકાશ ઢંકાઈ જાય છે તેમ સુવર્ણ પાત્ર રૂપી માયાના નીચે આત્મા અનંત જતિથી આચ્છાદિત થયે છે તે માયાપાત્રને ખસેડી દેવામાં આવે તે આત્મા અનંતજ્ઞાનયેતિએ આપ આપ પ્રકાશી શકે છે. માયા અને આત્મા ભિન્ન ભિન્ન છે. કર્મરૂપ માયાને ધર્મ ભિન્ન છે અને આત્માને ધર્મ મિન છે. આત્મતત્ત્વ ભિન્ન છે. આત્મા આત્માની અપેક્ષાએ સત્ છે અને માયા તે માયાની અપેક્ષાએ સત છે. સૂર્યની ઉપર વાદળની પેઠે આત્મા પર રહેલી અનેક કર્મ પ્રકૃતિની માયા ભિન્ન ભિન્ન છે. રાગદ્વેષરૂપ દ્વતને નાશ થાય છે, ત્યારે આત્માસ્વરૂપે અદ્વૈત બને છે. માયાનું આકર્ષણ થાય છે અને દુનિયાના છ માયાને પ્રભુ માની તેમાં આસક્ત થાય છે. કર્મ
For Private And Personal Use Only