________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્શન ચારિત્ર ૫ આત્માને ધર્મ જે સત્ય છે તે દેખી શકાય છે. મનુષ્ય આત્મારૂપ પરમાત્માને મેળવવા ઈચ્છે છે પણ કમાયા ઢાંકણનું મુખ ઉઘાડી શક્તા નથી. પ્રભુને શોધવાને બદલે સુવર્ણ પાત્ર સમાનમોહક માન પ્રતિષ્ઠા કીતિ વિષય કામભોગ ધન નામરૂપના મેહને પૂજે છે અને તેને પ્રભુ માની વારંવાર ચોરાશીલક્ષ જીવનિમાં પરિભ્રમણ કરે છે. સુવર્ણ પાત્ર સમાન માયા મેહ છે તેના દાસ બનીને મનુષ્ય દેશમંડરાજયકર્મવર્ણ ભૂમિ લક્ષ્મી આદિ માટે પર
સ્પર કલેશ યુદ્ધ કરે છે ખંડદેશ ધર્મભેદથી મેહ પામી હામાસામી લાખો કરોડો મનુષ્યને સંહાર કરે છે. તેઓ દેહરૂપ દેવલમાં રહેલા આત્માને દેખી શકતા નથી, પંચેન્દ્રિય વિષય ગાથે પુરૂષ અને સ્ત્રીઓ પરસ્પર એક બીજાને પ્રિય ગણે છે પણ પરસ્પરના આત્માને પ્રિય ગણતા નથી. સુવર્ણ પાત્ર જેવી સાંસારિક જડવસ્તુઓની માયા છે તેમાં અનંતીવાર છે લુબ્ધ થયા અને થાય છે તેથી પરમાત્મપદની પ્રાપ્તિ થતી નથી. કામની વાસના તે સુવર્ણ પાત્ર છે અને તેનું મુખ તે અજ્ઞાન છે. ચારે તરફથી માયા સુંદર ચલકતી પ્રિય લાગે છે તેની મને હરતા છે દીપક સમાન છે. દીપકમાં જેમ હજારે પતંગીયાં હૈમાઈ જાય છે તેમ માયારૂપ સુવર્ણ પાત્રના મેહમાં આખી દુનિયાના છ હેમાઈ જાય છે. માયા અર્થાત પ્રકૃતિ કર્મ અને પુરૂષ બને અનાદિ કાલથી છે. પુરુષે માયાને ઉત્પન્ન કરી નથી અને માયાએ કંઇ પુરૂષને ઉત્પન્ન કર્યો નથી. માયામાં અહ વધ્યા તે અજ્ઞાન છે તે અજ્ઞાનથી આત્મારૂપ પુરૂષ છે તે પિતાનું સ્વરૂપ ભૂલે છે અને માયાના ધર્મ જે રાગ દ્વેષ અજ્ઞાન વગેરેને પિતાના માને છે તેથી તે બ્રાંત હૈ દુઃખી થાય છે. જયારે તે માયાથી ભિન્ન સ્વરૂપ વિચારે છે ત્યારે સુખી થાય છે. માયારૂપ સુવર્ણની પેટીમાં આત્મા છે. શરીર મનવાણ કામણ શરીરરૂપ લિંગ શરીર તે સુવર્ણની પેટી છે.
For Private And Personal Use Only