________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને પુણ્યની મિલબ્ધિમાં એકાંત આસક્ત થાય છે અને ધર્મના કારણેની પ્રવૃત્તિનું સેવન કરવાને બદલે ધર્મપ્રવૃત્તિનું ખંડન કરે છે. નિશ્ચય આત્માની પ્રાપ્તિની હેતુભૂત જે ધર્મક પ્રવૃત્તિ કે જે પગથિયારૂપ છે તેને અધિકાર પિતાને છે તે પણ સ્વાધિકાર ધર્મક્રિયાકર્મોને ત્યાગ કરીને હજી પિતાને માટે જે માર્ગને અધિકાર નથી તેમાં આસક્તિ રાખીને સ્વકર્તવ્ય નિમિત્ત ધર્મ પ્રવૃત્તિથી ભ્રષ્ટ થાય છે અને અને એકાંત શુષ્કજ્ઞાનને ઉપદેશ આપીને ભ્રષ્ટ કરે છે. અક્રિય આત્મસુખવાદીઓ અક્રિયાવાદરૂપ પિતાના મતમાં એકતિ આસક્ત થાય છે. તેઓ આત્માનું સુખ પ્રગટાવવાના નિમિત્ત કારણેને અને ઉપાદાનકારણને પણ સેવતા નથી. આ પ્રમાણે ગતિની અને સંપૂતિની ઉપાસનાને વાસ્તવિક પ્રસ્તાવ કે જે આ મંત્રમાં છે તે હવે વર્ણવાય છે. પ્રભુ સર્વજ્ઞ મહાવીરદેવ કહે છે કે–પૌરાલિક સુખ માટે સર્વથા એકાંતદૃષ્ટિધારક અને એકાંત પીગલિક સુખની ઉપાસના કરનાર પણ મિથ્યાજ્ઞાનરૂપ અંધકારમાં પ્રવેશ કરે છે અને વ્યવહારનયની કર્તવ્યતાને અધિકાર છતાં નિમિત્ત ધર્મકારણેને ઉથાપી અધિકારવિના આત્મસુખની એકાંત માન્યતામાં આસક્ત થનારાઓ પણ તેથી વિશેષ અજ્ઞાનરૂપી અંધકારમાં પ્રવેશ કરે છે, કારણ કે બન્ને પક્ષવાદીઓ એકાંતદૃષ્ટિનું આગહથી પરરપરની સાપેક્ષતારૂપ આધકારતાને અવધી શકતા નથી. સર્વજ્ઞ મહાવીર પ્રભુ કહે છે કે અપેક્ષાએ પુણ્યની પણ ઉપયોગિતા છે, તથા જે ધર્મકર્મો કરવાથી પુણ્ય વગેરે થાય છે એવાં દયાદાન પ્રભુ પૂજન સેવાભક્તિ કર્મો કરવાં જોઈએ. પુણ્યકર્મો કરતાં કરતાં મોક્ષ નજીકનાં ચારિત્ર તપ સંયમ સલ્ગરે બધઆદિ જોગવાઈ મળે છે. મેક્ષ માટે ધર્મ કર્મ પ્રવૃત્તિ કરવી જોઈએ, આવી અપેક્ષા લક્ષ્યમાં રાખીને સ્વાધિકારે દયાદાન સેવા પૂબદિ ધર્મમાં પ્રવૃત્તિ
For Private And Personal Use Only