________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
પ્રકારનાં તપ કરે છે, સંયમ પાળે છે, પ્રભુની અને સાધુગુરૂની ભક્તિ કરે છે, સકા કરતાં પ્રભુને હૃદયમાં રાખે છે. રાગી દુ:ખીના રોગો ટાળવાના અને સજીવેાની શાંતિના ઉપાચાને યથાશક્તિ આચરે છે. ણુ, દાખ, વ્યસનને ત્યાગ કરવા પ્રયત્ન કરે છે. સધની સેવાભક્તિ કરે છે, અનીતિના માર્ગ તજીને નીતિના માર્ગમાં વળે છે. દેશવિરતિ અને સ વિરતિચાગને સેવે છે. તેમ છતાં કૈંક આ ભવમાં તે પૂર્વ કર્મના ઉદયથી દુ:ખ ભાગવે છે. દુનિયાના લોકા તા એમ જાણે છે કે ધર્મીને ઘેર ધાડ અને પાપીના ધેર કુશલ, બિચારો ધમ કરે છે પણ પ્રભુ તેને દુઃખ આપે છે એમ અજ્ઞ મૂઢ લોકા કહે છે પણ તેઓ જાણતા નથી કે તે પુણ્યધર્માંકમ કરે છે પણ પૂર્વભવના પાપકર્મના ઉદયથી હાલ તે અલાભ, અશાંતિ, સંકટવિપત્તિ રાગાક્રિકથી દુ:ખ ભોગવે છે. ઇશુને યાહુદી લોકાએ ફાંસી ચઢાળ્યા હતા, તે તેના પૂર્વભવનુ પાપકર્મનું ફુલ હતું, સાધુ, સંત, મહાત્માઓ, ગૃહસ્થ, ભક્તો, વર્તમાનમાં રાગ વિપિત્તઆદિથી જે દુ:ખ ભાગવતા દેખાય છે તે પૂર્વભવનાં પાપકમ ઉદયમાં આવ્યાં છે તેનુ લ જાણવુ, એવા પુણ્ય કરનારા અને વર્તમાનમાં અશાતા વેદનારાઓને પુણ્યાનુબંધીપાપ જાણવું. મિથ્યાદૃષ્ટિમાર્ગોનું સારી લોકો તથા સભ્યજ્ઞાની મનુષ્યા વગેરે વર્તમાનમાં પાપની પ્રકૃત્તિના ઉદયને ભાગવે છે અને તેમ છતાં પુણ્યધમ કરે છે તેથી તેઓને પુણ્યાનુ બધી પાપ જાણવુ', જે જીવા વત માનમાં પુણ્યફલ ભાગવેછે. ધરબાર, હવેલી, રાજ્ય, લક્ષ્મી, માન, સન્માન, અને ઇષ્ટ વસ્તુઓની સામગ્રીથી સુખ ભોગવે છે. રાજા, શહેનશાહ, શ્રીમંત, સેનાપતિ, પ્રધાન, પ્રજાના પ્રમુખઆદિ અધિકારસત્તાને ભાગવે છે. ધનધાન્યાફ્રિકવડે ખાદ્યની શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, પ્રીતિ, જય, પ્રતિષ્ઠા પામે છે. ધન પુત્ર શ્રી કુટું’બ પરિવારના યોગે જડાન'માં મગ્ન રહે છે. ચક્રવર્તી
*
For Private And Personal Use Only