________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ તથા જ્ઞાનના મેહી બની ભક્તિસેવાની ઉત્થાપના ન કરવી. વિદ્યાના મહી બની શુષ્કજ્ઞાની ન બનવું એમ સ્યાદ્વાદદૃષ્ટિથી વર્તતાં આત્માની પૂર્ણ વિશુદ્ધિ થાય છે અને વિશ્વકના કલ્યાણમાં સહાયક બની શકાય છે. ત્રિગુણ માયાથી પર એ આત્મા આપઆપ પ્રભુરૂપે પિતાને કેવલજ્ઞાનથી દેખી શકે છે અને પરમાત્મા પરમેશ્વર મહાવીરરૂપ પરબ્રહ્મપદ પામે છે. એ પ્રમાણે ઉપરના બે મંત્રને અનુભવ સમજાય છે તે લખે છે.
For Private And Personal Use Only