________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ અને સત્વગુણવિદ્યા એમ વિઘા પણ ત્રિધા છે. ગુણ તમે ગુણ વૃત્તિ અને વિદ્યાને ત્યાગ કરીને સાત્વિકવૃત્તિ અને સાત્વિકવિવાથી જે ધમ્ય કર્મ પ્રવૃત્તિ થાય છે તે તહેતુ અને અમૃતાનુષ્ઠાન છે. સાત્વિકવિદ્યાવૃત્તિથી આગળ જતાં આત્માનંદરૂપ અમૃતને સાક્ષાત્કાર થાય છે. સાત્વિકકર્મ અને સાત્વિકવિદ્યામાં સાત્વિક મેહ જ્યારે રહેતા નથી ત્યારે આત્મા તેજ એક ક્ષણમાં પરમાત્મપદ પામે છે. તમો ગુણ કર્મ અને સાત્વિકકર્મમાં અહંમમત્વભાવથી રહિત થે જ્યારે જ્ઞાનીઓ વર્તે છે ત્યારે તે સર્વ આવરણથી મુક્ત પરમાભારૂપ બને છે. એમ પ્રભુ સર્વજ્ઞ મહાવીર પરમાત્માનાં ઉપદેશેલાં આગમાં સારી રીતે સમજાવવામાં આવ્યું છે. એકલી વિદ્યા અને એકલી અવિધા અર્થાત ક્રિયાથી મુક્તિ નથી પણ બન્નેના સંગથી મુક્તિરૂપ કાર્યની સિદ્ધિ થાય છે. ક્રિયાના બાહ્ય સૂક્ષ્મ
ધ્યાનાદિક અનેક ભેદ છે અને વિદ્યા પણ ઉપર ઉપરની ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાનક ભૂમિમાં ઉચ્ચ ઉચ્ચ વિશુદ્ધ થતી જાય છે. મન, વાણી, કાયાની ધમ્મક્રિયા તેજ ગ છે અને મનસંબંધ પર્યત શબ્દ શાસ્ત્રની વિદ્યા છે તથા માનસિક સાવિકજ્ઞાન છે. સાત્વિકજ્ઞાનબુદ્ધિને પણ મગ સુધી સંબંધ વર્તે છે, સાત્વિકજ્ઞાનબુદ્ધિથી ભિન્ન અને પૂર્ણ વિશુદ્ધ એવું આત્માનું કેવલજ્ઞાન છે તે સાત્વિકવિદ્યાના બળે ધ્યાનરૂપ ક્રિયાથી પ્રાપ્ત થાય છે અને તેથી ક્ષાયિક પૂર્ણાનંદ કે જે પ્રગટ્યા પછી કદાપિ નષ્ટ થતું નથી તેની પ્રાપ્તિ થાય છે. વ્યવહાનિયથી ક્રિયાની અને નિશ્ચયનયથી જ્ઞાનની મુખ્યતા સિદ્ધ થાય છે.
વ્યાવહારિક ધર્મોકિયા છે તે માતા સમાન ઉપકારિણી છે અને નિશ્ચય આત્મજ્ઞાન છે તે પિતાની પેઠે ઉપકારી છે. ધર્મક્રિયાથી જન્મજરા મૃત્યુને નાશ થાય છે અને જ્ઞાનવડે આત્માનંદરૂપ અમુતની પ્રાપ્તિ થાય છે માટે બેની હઠ કદાહરહિત સાપેક્ષદૃષ્ટિથી સાધના કરવી. કર્મક્રિયાના મહી બની વિદ્યાની ઉત્થાપના ન કરવી
For Private And Personal Use Only