________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૯ જડપદાર્થો સંબંધી શુભાશુભવૃત્તિ અને પ્રવૃત્તિ તે અવિદ્યા છે. જડ અને ચેતનનું સમ્યજ્ઞાન તે વિદ્યા છે. સર્વધર્મશાસ્ત્રોને સમ્યષ્ટિની અપેક્ષાએ અનેકદૃષ્ટિબિંદુએથી હેય શેય ઉપાદેયના વિવેક પૂર્વક જાણવાં તે વિદ્યા છે, અને આત્માના જ્ઞાનથી આત્માને જાણે અને તેમાં ઉપગી થવું તે પરાવિધા છે. તમોગુણી અને ગુણ સેવા ભક્તિ અને કર્મ તે અપરાવિદ્યા છે. પચારિક ભક્તિ તે અપરાવિદ્યા છે. મનમાં રાગદ્વેષ પ્રગટે અને કર્તવ્ય કમેં જે કરાય ત્યારે પરાવિદ્યા, બ્રહ્મજ્ઞાન છે એમ જણાવું છું, સેવા ભક્તિ કર્મ ઉપાસના મૂકીને એકદમ નિવૃત્તિની દશા આવ્યા વિના સર્વ કર્તવ્ય છંડી અક્રિય જેવા તમે ગુણી આળસુ બનવું તે અવિદ્યા છે, દેવ ગુરૂ ધર્મના જ્ઞાન વિના અને શ્રદ્ધાવિના જડવાદની દૃષ્ટિએ જીવવું તે અવિદ્યા છે. ક્ષણિક સુખ માટે મન વાણી કાયાથી પ્રવર્તવું તે અવિદ્યા છે. મિથ્યાત્વ ગુણ સ્થાનકના વિચારે તે અપરાવિદ્યા છે. માર્ગાનુસારીના વિચારે તે અપરાવિદ્યા છે, વ્યાવહારિકગ્રહસ્થદશાના સામાજિકદૈશિક બ્રાહ્મણક્ષત્રિય વૈશ્યશદ્રના ગુણકર્મનાં સર્વ પ્રકારનાં શિક્ષણવાળાં સર્વશાસ્ત્રો તે અપરાવિદ્યા છે અને પૂર્ણજ્ઞાન, પૂર્ણ આનંદમય શુદ્ધાત્મપદ પ્રાપ્ત કરવા સંબંધી સર્વજ્ઞપરમાત્માનાં ધ વચનવાળો આત્મજ્ઞાનમયશાસ્ત્રો તે પરાવિદ્યા છે અને વૈખરી થી ભિન્ન પયૅતીમાં પ્રગટતું આત્મજ્ઞાન તેજ સત્ય પરાવિદ્યા છે. આત્મા તેજ મહાન પુરૂષ છે, તે સૂર્યના જે પ્રકાશી છે. કહ્યું છે -वेदाहमेतं पुरुषं महान्त मादित्यवर्ण तमसः परस्तात् । तमेव विदिस्वातिमृत्युमेति । नान्यः पन्था विद्यतेऽयनाय ॥ यजुर्वेद । ३१ । १८ । यः परमात्मा परंज्योतिः परमः परमेष्टिनाम् । आदित्यवर्ण तमसः परस्ता दामनन्तियम् ॥ योगशा० हैम०॥ चंद्रकोटिभानु उगे, करे प्रकाश अपारजी, तेहथी पण आत्मज्योति, जूदी अनंती धार,
For Private And Personal Use Only