________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્રોનો તરવજ્ઞાનમાં સાપેક્ષદૃષ્ટિએ સમાઈ જાય છે. કર્મકાંડ સેવામાં અપરાવિદ્યા સમાય છે અને આત્મજ્ઞાનમાં પરાવિદ્યા સમાય છે. વીતરાગદશા પ્રાપ્ત કર્યાથી કેવલજ્ઞાનને પ્રકાશ થાય છે, અને જીવતાં છતાં જીવન્મુક્તિની પ્રાપ્તિ થાય છે. સર્વપ્રકારના મહાદિક કર્મના પડદાઓને ચીરવા માટે વૈરાગ્ય અને જ્ઞાન સમર્થ છે. વિરાગ્યમાર્ગથી અને જ્ઞાનમાર્ગથી મનમાં થતા–પ્રગટતા રાગદ્વેષને પૂર્ણ ક્ષય થાય છે. સાંસારિક પદાર્થોમાં જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી સર્વકાર્યોમાં બંધાવાનું થાય છે. જે વખતે વૈરાગ્ય થાય અને આત્માને નિશ્ચય થાય તે વખતે ત્યાગીપણું અંગીકાર કરવું. સર્વ પ્રકારની આસક્તિને ત્યાગ તેજ ત્યાગીપણું છે. મુક્તિ અર્થાત્ પરમાત્મપદ પ્રાપ્ત કરવા માટે અનુભવી એવા આત્મજ્ઞાની ગુરૂનું શરણ સ્વીકારવું અને સર્વદૃશ્યપદાર્થોમાં શુભાશુભની થતી કલ્પના ટાળવી. પાંચ ઇન્દ્રિયના વિષયમાં થતી રાગદ્વેષની કલ્પનાને ત્યાગ કરે. આત્મજ્ઞાનની પરિપક્વદશા પ્રાપ્ત કરીને પશ્ચાત એકાંત નિર્જનરથાનમાં નિરૂપાધિપણે રહેવાને અભ્યાસ કરે. એકત્વભાવનાથી આત્માને ભાવે. સ્ત્રીઓના શરીરમાં થતા મેહને સર્વથા નાશ કરવા આત્મ ચિંતવન કરવું. મૈત્રી, પ્રમોદ, મધ્યરથ અને કારૂણ્યભાવને વારંવાર વિચાર કરો. અનેકપ્રસંગોમાં થતા અશુભ વિચારેને પ્રગટતાં જ વારવા અને પ્રથમાભ્યાસમાં તે જયાં ત્યાં રાગદ્વેષ, કામ, ક્રોધ પ્રગટે એવા રથાને અને સગાને ત્યાગ કરી શાંતિનાયેગે પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરે. દેવ, ગુરૂ અને ધર્મનું આલંબન લેવું. અનિયાદિ બાર ભાવનાઓ ભાવવી. જડ દ્રવ્ય પર્યાને તટસ્થ સાક્ષી બુદ્ધિથી મેહવિના દેખવા અને તેને ખપ પડતે ઉપગ કરે અને સર્વાત્માઓને સ્વાત્મસમાન દેખવા અને તેઓને ધર્મ સાધન કર વામાં સહાયકારક બનવું. સુખ દુઃખનું કારણ કર્મ છે અને કર્મથી
For Private And Personal Use Only