________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લિક સુખ છે અને તેથી જન્મ મરણની પરંપરા ચાલુ રહે છે. અગ્નિ દેગ યજ્ઞકમની વિદ્યા તે અપરાવિધા છે, કારણ કે તેથી દેવલેક સુધી જવાય છે. તેવાં હિંસાદિ સદોષકર્મોની વિદ્યા તે વસ્તુતઃ અજ્ઞાનરૂપ અંધકાર છે, તેની ઉપાસના કરનારાઓ પરમેશ્વરપદને પ્રાપ્ત કરી શકતા નથી. પરમાત્માની પ્રાર્થના કરીને જડધનાદિક વસ્તુઓને માગવી તેમાં પરમેશ્વરપર પ્રેમ નથી પણ જડવસ્તુઓ પર પ્રેમ હોય છે. જડવસ્તુઓની પ્રાપ્તિ માટે પરમેશ્વરને ફક્ત એક સાધન તરીકે સ્વાર્થબુદ્ધિથી માનવામાં આવે છે. પશુ વગેરેને હેમ કરે તે કેવલ અજ્ઞાન છે માટે મંડૂકઋષિએ યજ્ઞકર્મવિદ્યાને અંધકારની ઉપમા આપી છે. આત્માનું શુદ્ધ વરૂપ જેવડે પમાય છે, એવા આત્મજ્ઞાનને પરાવિદ્યા કહી છે. મિત્રી, પ્રમદ, મધ્યસ્થ અને કરૂણા એ ચારભાવના ભાવનારાઓ સમભાવરૂપ આત્મચારિત્ર્યને પામે છે. સમતા બુદ્ધિ તે પરાવિદ્યા છે. તેમણે તે વેગ છે. સમભાવથી મારું હારૂ એવી વિષમવૃત્તિ રહેતી નથી અને કોઈ જીવને પીડા થાય એવી વૃત્તિ થતી નથી. પરાવિદ્યાયેગે જલપંકજવત્ આત્મા મિપ વર્તે છે. પરાવિદ્યાવાળે સર્વવિશ્વમાં અને સર્વ કાયાદિની પ્રવૃત્તિમાં સાક્ષીભાવને ઉપગ રાખી પ્રવર્તે છે. હું જ્ઞાની છું એ અભિમાન ધારણ કરીને અને તિરસ્કાર કરતા નથી. વેદના કેટલાક સૂકતોમાં પરાવિદ્યાનો સાપેક્ષદષ્ટિથી અવલેકતાં ભાસ થાય છે. સર્વાત્માઓની સાથે આત્માનું શુદ્ધ ઐક્ય અનુભવાય અને સર્વસંકલ્પવિકલ્પની નિવૃત્તિ થાય એવી સાપેક્ષરયાદ્વાદદષ્ટિથી ઉપનિદેને અવલેકવામાં આવે તે ઉપનિષદમાંથી અધ્યાત્મજ્ઞાન રૂપ પાવિદ્યાને પ્રાપ્ત કરી શકાય છે. સાતનની સાપેક્ષાએ ઉપનિષદમાંથી અધ્યાત્મજ્ઞાનને પ્રકાશ અવકી શકાય છે. કુરાન અને બાઈબલ કરતાં ઉપનિષદમાં અધ્યાત્મજ્ઞાન ઘણું વિશેષ છે અને ઉપનિષદના અધ્યાત્મજ્ઞાનને સાર છે તે જૈન
અને તિરસ્કાર
છે. સવામાએ પરાશિને
For Private And Personal Use Only