________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जई मिच्छादसण समूहमइअस्स अमयसायस्स। जिणवयणस्त भगवओ, संविग्गसुहाहिगम्मस्स॥७०॥
અર્થાત જિનવચનરૂપ ભગવાન ભદ્રવંત-જયવંત રહે. જે મિથ્યાદર્શનના સમૂહને સ્યાદ્વાદ અમૃતરૂપ કરે છે, જે વચન અમૃતસ્વાદરૂપ છે, તથા જેને મર્મ સમજવાથી સંવેગસુખની પ્રાપ્તિ થાય છે. મિથ્યાત્વ દર્શનેને પરસ્પર સાપેક્ષાએ જયાં એક સમૂહ થાય છે ત્યાં સાપેક્ષદષ્ટિએ સમ્યકત્વરૂપ અમૃતને સ્વાદ આવે છે અને સર્વ પ્રકારના એકાંતિકનયમતમિથ્યાત્વ કદાચાને નાશ થાય છે, એવા સ્યાદ્વાદનયજ્ઞાનરૂપ જૈનદર્શનમાં સર્વે દર્શને છે. કહ્યું છે કે બિનવાનાં સધાં સિત છે, તેને નિવાર भजनारे, सागरमा सघळी तटिनी सही, तटिनीमां सागर मननारे. પદ્ધતિ વિના મળી છેજિનવરમાં સઘળાં દર્શને છે. પણ એકનયદૃષ્ટિથી ઉઠેલ એક દર્શનમાં જિનવરદર્શનની ભજના છે. અર્થાત હેય અને ન પણ હેય. જેમ સાગરમાં સઘળી નદીઓને અંતર્ભાવ થાય છે પણ તટિનીમાં સાગરની ભજના છે. સર્વ દર્શન ધર્મોના શાસ્ત્રસમૂહનું વાચન મનન કરવાથી અને તેમાંનું સાપેક્ષયાદ્વાદષ્ટિએ સત્ય ગ્રહણ કરવાથી સમ્ય દૃષ્ટિને મિથ્યાત્વ શાસ્ત્રો પણ સમ્યકત્વજ્ઞાનરૂપે પરિણમે છે. સર્વજ્ઞતીર્થંકરનાં જૈનદર્શન ત છે તે સર્વથા સત્ય છે એમ સર્વનયસાપેક્ષણાનાનુભવીએ જાહેર કરે છે.
સર્વ વિધવતિદર્શન ધર્મમાંથી સત્ય સાર જે નીકળે છે તે વસ્તુતઃ પૂર્વ થએલા તીર્થકરેના વચનનું અમૃત છે એમ શ્રી સિક્સેનદિવાકર વગેરે આચાર્યો જણાવે છે. શ્રી હરિભદ્રસૂરિ વકૃત યોગદષ્ટિ સમુચ્ચયમાં સર્વ દર્શન ધર્મશાસ્ત્રમાંથી સત્ય ગ્રહણ કરી મોક્ષમાર્ગમાં સંચરવા માટે નીચે પ્રમાણે ઉપદેશ આપે છે.
For Private And Personal Use Only