________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ixt
ભાગ વગેરે વાંચવાથી મડુંકઋષિઆદિ બ્રહ્મવિદ્યા વેઢાને અપરા વિદ્યા કળે છે તે ખાસ લક્ષ્યમાં આવ્યા વિના નહિ રહે. પરાવિદ્યાનાં શાસ્ત્ર કર્યાં છે તે માટે અંગિરામુનિ વશિષ્ય શૌનકને કહે છે કે જે વિદ્યાવડે અક્ષરબ્રહ્મ આત્મા જણાય છે, પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે તે પરાવિધા છે. જૈનવેદામાં અગ્નિને જ્ઞાન તથા પૃથ્વીને ક્ષમા, તથા વાયુને ધ્યાન, તથા જલને શાંતિ તથા આકાશને સમ તરીકે કથન કરી પંચતત્ત્વને એવારૂપ દર્શાવ્યાં છે. અને આત્માથી પાંચભૂતા એવાં પ્રગટે છે. એમ જણાવ્યું છે, અને જૈનશાસ્ત્રામાં પરા વિધા છે તે તત્ત્વાવષેાધનામના વેદમાં વર્ણવી છે અને તેમાં સાતનય, નવતત્ત્વ, પદ્રવ્ય, આત્મજ્ઞાન, ચારિત્ર, અષ્ટ વિધિક સ્વરૂપ, પાંચવિધભાવ, ચતુર્દશગુણસ્થાનક, પંચ મહાત્રત, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનું વર્ણન કરવામાં આવ્યું છે. ગૃહસ્થની સ અહેાતેર અને રાસડે કલાના શિક્ષણના અપરાવિધામાં અંતર્ભાવ થાય છે. રાષ્ટ્રીય, સામાજિક, વ્યાપાર કમ, ક્ષાત્ર ક, શુદ્રક, બ્રાહ્મણ કર્યું, વ્યાવહારિકઆજીવિકાવૃત્તિપ્રકૃતિ, રાષ્ટ્રીયનીતિયા, ભાષણ, લિપિશાસ્ત્ર, ઐતિહાસિકશાસ્ત્ર, ભૂમિતિશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, રસાયન શાસ્ત્ર, વૈદકશાસ્ર, કૃષિઆદિ હુન્નરકલાશાસ્ત્ર, સમાજ વ્યવસ્થાશાસ્ત્ર, વણૅવ્યવથાશાસ્ત્ર, યજ્ઞક, અગ્નિ ઢાત્રકમ વગેરેના અપરાવિઘામાં સમાવેશ થાય છે. પરાવિદ્યામાં આત્મજ્ઞાનનાં શાસ્ત્રાના, તત્ત્વજ્ઞાનનાં શાસ્ત્રાના, મોક્ષ માર્ગરૂપ જ્ઞાનદર્શન ચારિત્ર અને ચારિત્રીઓનાં સ્વરૂપ કથન કરનારા શાસ્ત્રાના સમાવેશ થાય છે. ચાર વેદ અને અગ્નિહેાત્રાદિકકમના અપરાવિદ્યામાં સમાવેશ થાય છે.અગ્નિહેાત્ર કરવા સંબંધી સુકાપનિષદ્ સાતમા મંત્રમાં નીચે પ્રમાણે લખ્યુ છે.
For Private And Personal Use Only