________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરૂર નથી એમ જે જાણે છે અને આત્માને કઈ રીતે ઉણે જેતે નથી એવા આત્માને જાણુને આત્મજ્ઞાની મૃત્યુથકી ભય પામતે નથી, તે સર્વ પ્રકારના ભયથી મુક્ત નિર્ભય બને છે અને તે આત્માને ધીર અવૃદ્ધ અને સદા યુવાન દેખે છે એ આત્મજ્ઞાની સદા આનંદ અમૃતસમાં તૃપ્ત રહે છે. તે પરમાત્મા થાય છે. તે સર્વ વિશ્વજીને પ્રભુ બને છે. તે આત્માને સ્વયંભુ જાણે છે અને તે જ્ઞાનદર્શન ચારિત્રગુણ પર્યાથી સ્વયમેવ પરમાત્મરૂપે પ્રગટ થાય છે, માટે સ્વયંભુ છે અને તે કેવલજ્ઞાનવડે સર્વકાલક સર્વ વિશ્વને જ્ઞાનમાં શેયરૂપે પરિણાવે છે માટે તે ઘર છે. આત્મા તેજ કવિ છે અને તે જ મનન કરનાર મનીષી છે. આત્મામાંજ જ્ઞાન–વિચાર કરવાની ચેતના શક્તિ છે. સૂક્તવેદને કર્તા આત્મા તેજ કવિ છે. એમ આગમે અને નિગમે જણાવે છે. હવે વાતો પાછા વતી રમr એ મંત્રના શેષપદને અનુભવ દર્શાવવામાં આવે છે. યજુર્વેદના ચાલીશમા અધ્યાયમાં આ મંત્ર છે, તેના કર્તા કષિ જણાવે છે કે, શાશ્વતકાલથી અર્થાત્ અનાદિકાલથી આત્માનું આવું નૈશ્ચયિક સ્વરૂપ છે તેના સત્ય અર્થોને અનાદિ. કાલથી શાશ્વતકાલથી તીર્થંકરે બાષીશ્વરે મહાકેવલજ્ઞાનીઓ કેવલજ્ઞાનવડે અને શ્રુતજ્ઞાનીએ શ્રુતજ્ઞાનવડે ધારણ કરે છે. જેવા પ્રથમ તીર્થકરષભદે, કેવલજ્ઞાનથી આત્માના જ્ઞાનદર્શન ચરિત્ર અને કહ્યા હતા, તે પ્રમાણે બીજા તીર્થકરશ્રીઅજિતનાથે. અર્થો પ્રકાશ્યા છે. તીર્થકરે ચોવીશ થયા છે. ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ ચંદ્રપ્રભુ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસ, વાસુપૂજય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથે કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, અને વીસમા તીર્થંકર શ્રી મહાવીર વધમાન કે જે આજથી અઢી હજાર વર્ષ પહેલાં થયા હતા,
For Private And Personal Use Only