________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ શાસ્ત્રોને વ્યાપાર માત્રદિશા દેખાડનાર છે. એશિયા, યુરોપ, અમેરિકાને નાકશે તે તે ખંડની દિશા જણાવે છે. નકશે જેવા માત્રથી તથા તે તે દેશના ઇતિહાસે વાંચવા માત્રથી ખાસ ખંડ દેશને અનુભવ આવે નહિ. તેમ સર્વશાસ્ત્રોના વાચનશ્રવણ માત્રથી સંસાર સમુદ્રને પાર પામી શકાય નહિ, તે તે એક અનુભવ જ્ઞાનથી સંસાર પાર પામી શકાય છે. ઈદ્રિ અને મન સુધી શાસ્ત્રોને વ્યાપાર છે માટે આત્માનુભવ વિના આત્મા જાણી શકાય નહિ, મન અને ઈન્દ્રિની પેલી પાર અનુભવજ્ઞાન છે અને તે શાસ્ત્રોના મનન મરણ બાદ એકલા આત્માનું આત્મવડે ચિંતવન થાય છે ત્યારે તે પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિકશાસ્ત્રોને અભ્યાસ કર્યો પછી તે પુસ્તકોને દૂર મૂક્યાં અને વારંવાર આત્માનું સ્વરૂપ વિચારવું અને ઉપર્યુક્ત નિલે પાદિભાવથી મનને વારંવાર આત્માભિમુખ કરવું અને રાગદ્વેષમયસંકલ્પવિકલ્પોને વારી નિર્વિકલ્પદશા પ્રાપ્ત કરવી.એક બે કલાક પયંત આત્માના વિચારે કરવામાં લયલીન બનવું. આત્માનુભવી સંતના સમાગમમાં જીવન ગાળવું. કેવલકુંભક પ્રાણાયામ કરી મનને થકવવું. આ પગપૂર્વકત્રણ ચાર કલાક પર્યત કેવલકુભક પ્રાણાયામ કરે અને સર્વથાદેહાધ્યાસ રહિત થઈ જવું એમ અભ્યાસ કરવાથી મન થાકી જાય છે, પશ્ચાત મન ઇન્દ્રિયેના વ્યાપાર વિનાને આત્માનંદ પ્રગટે છે, તેને સ્વાત્માને અનુભવ આવે છે અને તેથી દેહ છતાં દેહાતીત દશાને અનુભવ આવે છે. લાખો કરોડે પુસ્તકો વાંચવા સાંભળી અને તેથી જાણે કે આત્મા, બ્રહ્મ અકાય છે એટલું જાણવા માત્રથી કંઈ વળતું નથી. શાસ્ત્રોની, સેંકડો યુક્તિથી પણ તે પરબ્રહ્મ વેદોતું નથી માટે અનુભવજ્ઞાન પ્રગટાવવાની જરૂર છે. શાસદષ્ટિવડે શબ્દબ્રહાને સંપૂર્ણ જાણીને છેવટે સ્વવપરબ્રહ્મને જ્ઞાની અનુભવવડે પામે છે, માટે શબ્દબ્રાને કહેનારાં સર્વ શાસ્ત્રોને અભ્યાસ કરી પંડિતાઈ પ્રાપ્ત કરવા માત્રથી
For Private And Personal Use Only