________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
અવશેષ પૂર્ણબ્રહ્મ રહે છે. એકડાના જેવું પૂર્ણ બ્રહ્યા છે. તેને સરવાળે એક છે. આત્મા પૂર્ણ છે. બાહ્ય ધન રાજ્ય સુખ કીતિ પ્રતિષ્ઠાનામરૂપને મેહ અને તેથી માનેલી પૂર્ણતા માં સુખ નથી. તે કેવલ બ્રાંતિ છે એ દૃઢનિશ્ચય થતાંની સાથે આત્માની પૂર્ણતાને ખ્યાલ આવે છે અને બાહ્ય આશા તૃષ્ણમયવૃત્તિ શાંત થવાથી અનેક પ્રકારના આધિ વ્યાધિ ઉપાધિના દુખેથી મુક્ત થવાય છે. જગતમાં જ્યાં ત્યાં સર્વત્ર આત્મરૂપે પૂર્ણતા દેખવાથી–ભાવવાથી આ ત્યામાં ખરી શાંતિને ખ્યાલ આવે છે. મનના બાહ્ય સંબંધી વિચારેથી કોઈને પૂર્ણતા પ્રાપ્ત થઈ નથી અને થવાની નથી. દેશકોમ રાજ્ય ભૂમિગૃહ સ્ત્રી પુત્ર ઘરબાર વ્યવહાર સંબંધીમાં મનના વિચારે સવે ક્ષણિક છે અને એવા મનના વિચારથી સત્યપૂર્ણતા પ્રગટતી નથી. મન પૂર્ણ નથી તે સંકલ્પ વિકલ્પરૂપ મનના વિચારોમાં પૂર્ણતા હોયજ ક્યાંથી? આત્મામાં મનને સમાવતાં આત્માની પૂર્ણતાને આત્માવડે આત્માને અનુભવ આવે છે, તે વખતે મનની દશા હોતી નથી. સર્વવરંતુઓને સંગ્રહ કરવાને મુખ્ય ઉદેશ, સુખની પ્રાપ્તિ કરવી તેજ છે પણ આત્મામાં પૂર્ણાનંદને નિશ્ચય થતાંજ બાહ્ય સાધનની અપેક્ષા રહેતી નથી, તેથી બાહ્યમાં નિર્મુહપણું પ્રગટે છે અને આત્મામાં પૂર્ણતાને પ્રકાશ થાય છે તેવી દશાવાળ આત્મા તેજ સર્વવિશ્વને પ્રભુ-શહેનશાહ બને છે. તેને ચક્રવતી આદિની પણ સ્પૃહા રહેતી નથી. જગતની દૃષ્ટિએ તે ગાંડ લાગે છે અને તે જગતને આંધળું દેખે છે એવો પૂર્ણ નિસ્પૃહી તે જ સત્યાગી મુનિ છે, તેની પાસે રોકડી જીવતો નિત્ય પૂર્ણાનન્દ છે. એવી પૂર્ણતાને અનુભવી રત્નના પર્વતો પર બે હૈય છે છતાં તે ત્યાગી છે, કારણ કે તેને બાઘની ઈવસ્તુમાં સત્યસુખની બુદ્ધિ રહેતી નથી. બાહ્ય વેસ્તુઓની પ્રાપ્તિથી ખરી તૃપ્તિ થતી નથી અને આત્મસુખને
For Private And Personal Use Only