________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
છે. અંકાય આદિ સૂત્રોથી આત્માનુ સ્વરૂપ વિચારતાં કાયાદિમાં થતા અહ‘મમત્વ ભાવ છે તે ટળી જાય છે. આત્મા અરૂપી છે એવા નિશ્ચય થતાંની સાથે સવ પ્રકારના રૂપામાં માહુ થતા નથી, સ કાર્યાં કરતાં છતાં આસક્તિ રહેતી નથી. આત્મા ગુરુ(ભારે) નથી અને લઘુ (હલકા) નથી એવા દૃઢ નિશ્ચય થતાંની સાથે અહુંકારમાનની વૃત્તિ રહેતી નથી અનેતેથી મનમાં પ્રગટતા ક્રોધાદિક અનેકદોષોને નાશ થાય છે. આત્મા અદ્ભૂત અને દિવ્ય છે, આત્માની અમૃતાના અનુભવ થતાં સમાજ, દેશ, રાજય, કુટુંબ, ભૂમિ, ધર વગેરેમાં અહંમમત્વ રાગદ્વેષ પરિણતિ થતી નથી, કારણ કે જે મૃત જડ વસ્તુ છે તે આત્મા નથી તેા પછી તે રૂપીજડવસ્તુમાં સુખ દુઃખની કલ્પના કરવી તે વ્યર્થ છે એમ જણાય છે. ભૂમિ, રાજ્ય ધન વગેરે મૂર્ત વસ્તુ છે અને તે ક્ષણિક છે. ક્ષણિક જડ વસ્તુઓમાં આનć નથી તેા પછી મેરૂ પર્વત જેટલાં રત્ન ભેગાં કરવામાં આવે તે પણ તેથી શું? વસ્તુતઃ તે જડ છે રત્નના પર્વત પર બેસતાં અને તેના માલીક થતાં કંઇ સત્ય આનંઢ થતા નથી. આખી પૃથ્વીનું રાજ્ય મળે તે પણ તેથી આત્માની શાંતિ મળતી નથી. શરીરમાં રહેલા અમૃત આત્મામાં દિવ્યાન છે માટે પૂર્ણાનંદ ત્યાં શાધે, આકાશના પાર કદાપિ આવી શકે પણ આકાશથી પણ અનંત એવી આશા—ઈચ્છા—લાભના પાર આવી શકતા નથી. અમૂર્ત દિવ્ય આત્મામાં રમતાં સર્વ પ્રકારની ઇચ્છા ટળે છે. શરીરાદિકમૂર્ત વસ્તુઓના દેહમાં રહ્યા છતાં માહુ ટળે છે અને અમૃત દિવ્ય આત્મારૂપ પુરૂષ પેાતાના જ્ઞાનપ્રકાશથી ખાદ્ય વસ્તુઓના નિર્માદ્વીપણે ખપ જેટલો ઉપયોગ કરતા છતા આત્મામાંજ આનંદ અમૃતરસના સ્વાદ લે છે કે જે સ્વાદ ખરેખર આત્મજ્ઞાનીઓજ અનુભવી શકે છે. શરીરમાં રહ્યા છતાં પોતાને અશરીરરૂપ અનુભવવા. મનના સર્વપ્રકારના રજોગુણી, તમેગુણી,
For Private And Personal Use Only