________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
ઈત્યાદિ કુતર્કવાદી જડવાદીઓના વિચારોને માન્ય ન કરવા. પ્રભુએ મનુષ્યના ભક્ષણાથે પશુ પંખી જલચર વગેરે પ્રાણુઓને ઉત્પન્ન કર્યા છે માટે તેઓને ખાવાં જોઈએ તથા પ્રભુએ મનુષ્યને દુનિથામાં શારીરિક સુખે ભેગવવા માટે ઉત્પન્ન કર્યા છે એવી મિથ્યા બુદ્ધિને ત્યાગ કરીને સમ્યકત્વબુદ્ધિને પ્રગટાવવી. સ્પર્શેન્દ્રિયાદિ ઈન્દ્રિયોદ્વારા જે સુખ થાય છે તે તે ક્ષણિક છે માટે આત્માના અનંત સુખને અનુભવ કરવા માટે આત્માની શુદ્ધસમાધિમાં જીવન ગાળવું. દુનિયામાં પ્રવર્તતા સર્વધર્મોનું-દર્શનેનું મૂળ રહસ્ય એ છે કે આત્માનું અનંત સુખ પ્રાપ્ત કરવું એ દૃઢ નિથય ધારણ કરે. કોઈ પણ ધર્મમાં રહેલું સત્ય ગ્રહવું અને આત્માની શુદ્ધિ માટે પડાવશ્યકકર્મોનું પૂર્ણ જ્ઞાન કરી તે પ્રમાણે વર્તવું. આત્માનું સ્વરૂપ એકદમ ન સમજાય તેથી નાસ્તિક ન બનવું. આત્માની સત્યનિવૃત્તિ તરફ લઈ જનારી ધમૅપ્રવૃત્તિને કમેગી બની સેવવી. દરેક બાબતને મધ્યસ્થ બની વિચાર કર. આત્માના કોઈ વિચારમાં બે પક્ષ પડે તે બે પક્ષના વિચાર સાંભળવા અને તેની અપેક્ષાઓને તપાસી સ્યાદ્વાદષ્ટિએ આત્મધર્મને વિચાર કરે. એમ પ્રવૃતિ કરતાં દેહથી ભિન આત્માની દશાને અનુભવ આવે છે અને પરમાત્માની સાથે આત્મજ્યભાવનાવાળી ગાતુંભરાનામની દશાને આત્મરસ પ્રગટે છે. અને બાહિરમાં મનને પશ્ચાત આનંદરસ પડતું નથી. પિંડમાં આત્માને અનુભવ પ્રગટયા પશ્ચાત્ પરમેશ્વરનું ખરૂં સ્વરૂપ સમજાય છે. આત્માના સ્વરૂપનાં કરડે લક્ષણે કહેવામાં આવે તે પણ આત્માના અન્વયેવ્યતિરેક અનંતગુણ પર્યાયધર્મને લેશ માત્ર જ અનુભવ થાય છે માટે કેવલજ્ઞાન પ્રગટતાં આત્માનું પૂર્ણ સ્વરૂપ સમજાય છે એ દૃઢ નિશ્ચય ધાર. કેવલજ્ઞાનની પૂર્વની આત્માની જ્ઞાનદશામાં આત્માના
For Private And Personal Use Only