________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતા બન્નેના સંગથી જેમ સંતાનની ઉત્પત્તિ થાય છે તેમ વ્યવહારનય અને નિશ્ચયનય એ બે નયની માન્યતાની પ્રવૃત્તિને આદરવાથી આત્માની મુક્તિ થાય છે. વ્યવહારનય છે તે સેવા ભક્તિ ઉપાસનાકમયાગરૂપ છે અને તે પૃથ્વી સમાન છે અને થાણાનરૂપ નિશ્ચયનય છે તે આકાશસમાન છે. વ્યવહારનય છે તે ચંદ્ર સમાન છે અને નિશ્ચયનય છે તે સૂર્યસમાન છે. બે નયની માન્યતાને સ્વીકારે તે જૈન સમ્યગુદ્દષ્ટિ છે અને બે નયમાંથી એકને માને છે અને એકને ઉથાપે છે, તે મિથ્યાષ્ટિ અજ્ઞાની છે. નિશ્ચયનયની દષ્ટિને ચિત્તમાં ધારણ કરીને વ્યવહારે પ્રવૃત્તિ કરવી, વ્યવહારનયની પ્રાપ્તિ વિના કોઈ નિશ્ચયનયના જ્ઞાનને પામ્યું નથી અને પામશે નહીં. વ્યવહારનય છે તે અસંખ્યધર્મનિમિત્તસાધનરૂપ છે. ધર્મનાં કારણેનું અવલંબન તે વ્યવહાર છે. નિશ્ચયનયના જ્ઞાનથી આદર્શયનું સભ્યજ્ઞાન થાય છે અને તેથી વ્યવહારનયકથિત ધર્મસાધનનેને આદરવામાં સાપેક્ષબુદ્ધિ પ્રવર્તે છે અને ધર્મસાધનેરૂપી નિમિત્તોમાં સ્વાધિકારે પ્રવર્તાય છે. અમલ્કતકર્મ, સાબરમતી કાવ્ય અને ભારતસહકાર શિક્ષણ નામના ગ્રન્થો વાંચવાથી વ્યવહારનયકથિતધર્મદિયા કમ સેવાભક્તિઉપાસના આદિવ્યાવહારિકધમાગમાં પ્રવૃત્તિ થાય છે અને તેથી હૃદયની શુદ્ધિ થતાં નિશ્ચયજ્ઞાન કે જે આત્મજ્ઞાન છે તે પ્રગટે છે. શુદ્ધોપગનિશ્ચયજ્ઞાનને પામીને પણ સંતે વ્યવહારનયને સંઘસેવાર્થ સેવે છે. સર્વ વિશ્વસ્થ જીવોને આત્મસમાન ગણવા અને તેઓને આત્માઓની શુદ્ધિ માટે છે જે પ્રવૃત્તિ કરવી તે વ્યવહારનય છે. વ્યવહાર નવડે પ્રવર્તતા કે નિશ્ચયનયને પ્રાપ્ત કરી શકે છે. ગુરૂની સેવાભક્તિ કરવી, સ્વાધિકારે કર્તવ્ય કાર્યો કરવાં તે વ્યવહાર છે એવા વ્યવહારનયની પ્રવૃત્તિને સર્વતીર્થકરે પણ આદરે છે અને કવલજ્ઞાન પામીને તેઓ વ્યવહારનયરૂપધર્મિતીર્થરૂપ
For Private And Personal Use Only