________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ છે. તે સર્વને પ્રકાશ કરવામાં ઘણે વખત લાગે અને સહાયક સામગ્રી વિના તેને સંપૂર્ણ પ્રકાશ થાય નહિ એવી ઉજ્ઞાન શ્રેણિના સમજનારા ભક્ત શિષ્ય પણ મળવા દુર્લભ છે તેથી યથાશક્તિ હાલ તે આટલે જ પ્રયત્ન કર્યો છે અને ભવ્યજીની સેવા ભક્તિ કરવામાં યથાશક્તિ ભાવાર્થ લખે છે. વ્યવહારનય અને નિશ્ચયનય ગર્ભિત શ્રુતજ્ઞાનવડે ભવ્ય આત્માની શુદ્ધિ કરે છે. ભક્તિ, ઉપાસના, અને ક્રિયાયોગ જે પરમાત્મપદની પ્રાપ્તિ માટે કરાય છે તેમાં વ્યવહારનયની મુખ્યતા છે અને જ્ઞાનમાં નિશ્ચય નયની મુખ્યતા છે. વ્યવહારનય કારણ છે અને નિશ્ચયનયકાર્યરૂપ છે. કારણ તે દ્રવ્ય છે અને કાર્ય તે ભાવ છે. કારણવડે કાર્યની સિદ્ધિ થાય છે. દેવગુરૂધર્મ અને સંઘાદિકની સેવાભક્તિ ઉપાસના તથા ધર્મ પ્રવૃત્તિરૂપ વ્યવહારનયને જે ઉચ્છેદ કરવામાં આવે છે તે તેથી તીર્થને ઉચ્છેદ થાય છે અને તે માટે પૂર્વાચાર્યો જણાવે छ -जइजिणमयं पवजह, ता मा ववहार निथ्थए मुयह, ववहारનગો, વિષ્ણુરચો નો મળિયો છે જે જિનેશ્વરના મતને તુ રવીકારે તે તું વ્યવહારનય અને નિશ્ચયનય એ બેમાંથી એકને પણ ત્યાગ કરીશ નહીં. તેમાં પણ વ્યવહારનયને ઉચ્છેદ કરે છે તે ભગવાનના તીર્થને ઉછેદ થાય છે એમ પ્રકાર્યું છે, માટે વ્યવહાર નયને ઉચછેદ કરે નહીં, એકાંત શુષ્કજ્ઞાનીએ વ્યવહારનય અને નિશ્ચયનયને જાણતા નથી. એકાંત ક્રિયાજડવાદીઓ છે તે વ્યવહારનય અને નિશ્ચયનયને જાણતા નથી.એકાંત વ્યવહારનયવાદીઓની આગળ નિશ્ચયનયની મહત્તા જણાવું છું અને એકાંત નિશ્ચયવાદીઓ બનીને જેઓ સ્વાધિકાર ધર્મક્રિયા સેવાભક્તિ આદિને ત્યાગ કરનારાઓની આગળ વ્યવહારનયની ઉપગિતાનું વર્ણન કરી બન્નેના કદાહ ટાળવા માટે સદુપદેશ દ્વારા મારાથી પ્રવૃત્તિ થાય છે. વ્યવહારનય માતા છે અને નિશ્ચયનય પિતા છે, માતા અને
For Private And Personal Use Only