________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ આર્યન હિંદુધર્મ છે અને તે તીર્થકરે કષીશ્વર ગણધરે તનું પરિપૂર્ણજ્ઞાન કરીને ગીતાર્થો વેદ અને ઉપનિષદો વગેરે શાસ્ત્રોનું અધ્યાત્મિકસાપેક્ષજ્ઞાન પ્રાપ્ત કરવું કે જેથી આર્ય હિંદુઓને સત્યજ્ઞાનને લાભ આપી શકાય. વૈદિકપૌરાણિક હિંદુઓએ જૈનશાસ્ત્રોના તત્ત્વજ્ઞાનને ઉંડા ઉતરીને સૂક્ષ્મદ્રષ્ટિથી તથા મીરથભાવથી અભ્યાસ કરે એટલે તેઓને પરિપૂર્ણ સત્યજ્ઞાન મેળવવામાં નાની અપેક્ષાવાળું જ્ઞાન ઘણું સહાયક થશે, અને તેથી વૈદિક પૌરાણિક આર્યહિંદુઓ અને આયર્જને પરસ્પર આત્મનિકટતાને અને અભેદ એકતાને આત્મામાં અનુભવી બાહ્યમાં સમષ્ટિસંઘની એકતામાં સહકારી બની પ્રવતી શકશે અને તેઓ બને બૌદ્ધ, મુસહ્માન, પ્રીસ્તિ ધર્મનાં તત્ત્વોને પણ અધ્યાત્મષ્ટિએ આત્મામાં ઘટાવીને પ્રીસ્તિ વગેરેને આત્મજ્ઞાનના મૂળ માર્ગ તરફ લાવીને તેઓને પોતાને રંગ દેઈ આત્મબંધુઓ પ્રભુભક્તો બનાવીને વિશ્વમાં શાંતિ સુખને પ્રકાશ પ્રચારશે. મેં આવી દૃષ્ટિથી ઈશાવાસ્યપનિષનું સાપેક્ષનયજ્ઞાનથી વિવેચન કરીને પરસ્પર એક બીજાને સાપેક્ષનયજ્ઞાનથી આત્મજ્ઞાન તરફ પ્રવૃત્તિ કરાવવા અને આત્માની શાંતિ તરફ વાળવા પ્રયત્ન કર્યો છે એમ સુજ્ઞ મધ્યસ્થી આત્મજ્ઞાનરૂચિવાળાવાચકે સમજી શકશે અને તેઓ આત્મામાં ઉંડા ઉતરી મોક્ષ પ્રાપ્ત કરવા જ્ઞાનધાન સમાધિથી વર્તશે એમ ઈચ્છાય છે. પ્રાચીન ઋષીનું સત્યજ્ઞાન પ્રાપ્ત કરવા માટે મૂળ સૂક્ત સૂત્ર ઉપર સમ્યબુદ્ધિથી ધ્યાન ધરી વિચાર કરવો જોઈએ એમ કરવાથી સત્યની પરસ્પર સંબંધવાળી વિચાર સાંકળ વડે સમ્યગુજ્ઞાનને અનુભવ પ્રાપ્ત કરી શકાય છે. સાતનની અપેક્ષાએ દરેક બાબતનું જ્ઞાન કરવાથી મૂલતત્ત્વનું સત્યજ્ઞાન થાય છે એવી સાતનની અપેક્ષાએ મેં ચાર મૂળદ, દશઉપનિષદ, ગીતાએ સત્રો તથા પુરાણોને વાંચી અધ્યાત્મજ્ઞાનદૃષ્ટિએ આત્મામાં ઘટાવ્યાં
For Private And Personal Use Only