________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ તેજ સર્વસ્વ છે. સર્વ વસ્તુઓથી આત્મા મહાન છે માટે આત્માની સ્તુતિ પ્રસંશા મહત્તા જણાવતાં સાષિ કહે છે કે સર્વ રવિ ત્રણ, આ સર્વ નિશ્ચય બ્રહ્મ છે અર્થાત આ જે સર્વ છે તે બ્રહ્મ છે અર્થાત બ્રહ્મ આત્મામાં સર્વને ભાસ થાય છે માટે સર્વ કંઈ આત્મા છે એમ આત્માની પ્રસંશા કરી છે માટે પ્રશંસા મહત્તા વર્ણનનયષ્ટિએ આત્મા તેજ સર્વ છે એમ કહેવાય છે તેથી તત્ત્વનયદૃષ્ટિએ જડ ચેતન, એમ બે તને નિષેધ થતું નથી. જેમ આ જર્જ શહેનશાહ છે તેજ સર્વ છે. અમારે પતિ તેજ મારૂં ખરેખર સર્વ છે એમ કહેવું તે પ્રશંસા મહત્તાદૃાથી છે પણ અન્ય પદાર્થોના નિષેધ માટે નથી. આત્મા અકાયરૂપ છે એમ જે કહ્યું છે તેથી સર્વાત્માઓ કાયા રહિત છે એમ જણાવ્યું નથી. સિદ્ધાત્માઓ તે કમ રહિત છે અને જે કર્મ સહિત આત્માઓ છે તે પણ શુદ્ધદ્રવ્યાથિકનયની અપેક્ષાએ અથવા શુદ્દનિશ્ચયનયની અપેક્ષાએ અકાયરૂપ છે. કર્મને પડદે ટાળીને અર્થાત્ કર્મની વિવા કર્યા વિના એક્લા આત્માનું સ્વરૂપ વિચારવામાં આવે તે સર્વ આત્માઓ અકાયરૂપ છે એમ જાણવું. આર્યસમાજીએ પરમેશ્વરને અકાયરૂપ કહે છે, જેને અષ્ટકર્મ રહિત પરમેશ્વરને અકાયરૂપ કહે છે માને છે અને સર્વ આત્માઓને પણ કર્મની અપેભાવિના એક મૂળસ્વરૂપે અકાયરૂપ માને છે. શ્રી કૃષ્ણ તથા કપિલ બષિ વગેરે પણ આત્માને પ્રકૃતિની અપેક્ષાવિના એકલા મૂળસ્વરૂપે અકાય માને છે. પુરૂષ અર્થાત આત્મા તે અકાયરૂપ છે અને પુરૂષની સાથે કર્મરૂપ પ્રકૃતિને અનાદિથી સગ થયે છે તેની અપેક્ષાએ વ્યવહારથી કથંચિત્ આત્મા, કાયવરૂપી છે પણ વરતુત: નિશ્ચયનયથી અકાયરૂપ છે એ અનુભવ આવે છે તેથી મહે એમ જણાવ્યું છે. આત્માની અકાયભાવનાથી દૃશ્યમાં મહવૃત્તિ પ્રગટતી નથી. અકાય આત્મદશા પ્રગટાવા માટે નીચે પ્રમાણે
For Private And Personal Use Only