________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય છે તે નિરાશક્ત બને છે. સાધ્યરૂપશરીરેન્દ્રિયસુખ પહેલાં હેય છે તે ટળી જાય છે, અને આત્માનું નિત્યસુખ પ્રાપ્ત કરવા યોગ્ય છે એ નિશ્ચય થાય છે અને સર્વપ્રાણુઓના મનુષ્યના આત્માઓની સાથે પિતાનું સમાનત્ત્વ અનુભવાય છે. અકાયરૂપ આત્માને દૃઢ અનુભવ ત્યારે થયે કહેવાય કે જયારે જડવસ્તુઓમાં શુભાશુભબુદ્ધિ ન રહે તથા ધન અન વગેરે સર્વ જડવસ્તુઓનું અન્યના દુઃખ નિવારણાર્થે દાન થાય, સર્વજીની હિંસા ન થાય, જડનામરૂપને મેહ ન રહે, જડમાં સુખબુદ્ધિ ન રહે, બાહ્યમાન કીર્તિ પ્રતિષ્ઠાની વાસના ન રહે, તથા દેહના જીવનમાં અને મરણમાં સમભાવ વર્તે, તથા નિષ્કામભાવે સર્વપ્રવૃત્તિ થાય. આત્મા અકાયરૂપ છે. કાય તે પ્રકૃત્તિથી બનેલી છે. અનંત જન્મમાં અનંત દેહ મળ્યાં અને કન્યાં તે કાયા રૂપી છે તેના આકારથી આત્મા ભિન્ન છે તે વસ્ત્રની પેઠે કાયારૂપમાં રાગદ્વેષથી મેહ કરે તે કઈ રીતે ગ્ય નથી. તેમજ કાયા સહિત આત્માનું આ જન્મમાં જે નામ પાડ્યું છે તેવાં અનંત જન્મમાં અનંત નામે પડયાં. કયા નામમાં મારાપણાને મેહ રાખવો જોઈએ? કાયા અને આત્મા બન્નેમાંથી કાયાનું નામ પણ જે પડયું તે સત્ય ગણાતું નથી, કારણ કે મૃતક દેહ કંઈ પિતાનું નામ અમુક છે એમ જાણી શકતું નથી, તેમજ આત્માનું અમુક નામ છે તે પણ ચિગ્ય નથી, કારણ કે અનેક જન્મમાં લેકેએ અનેક નામે પાંડયાં તેમાંનાં કયાં નામે આત્માનાં જાણવા? અલબત આત્મા અનામી છે. સર્વ કાયાએ તે રૂપ અને સે પાડેલાં નામ તે નામે–એમ નામે અને રૂપોથી નિશ્ચયનયે આત્મા ભિન્ન છે. એ દઢ નિશ્ચય થતાંની સાથે નામરૂપના સંબંધે થતી રાગ, દ્વેષ, કીર્તિ, અપકીતિ, લાભ, હાનિ, સારુંખોટું, ક્રોધ, માન, માયા, લેમ, કામ, ઈર્ષ્યા, ભીતિ, લેકવાસના, વિષયવાસના, આદિ સર્વમાયાની જંજાળ
For Private And Personal Use Only