________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સાતમે મંત્ર, આત્માના મૂળ સ્વરૂપના વર્ણનપર છે. પરમેશ્વરને શરીર નથી એતો આ મંત્રના દૃષ્ટા અર્થાત્ આવું રહસ્ય જાણનાર ઋષિ જાણતા હતા, પરંતુ શરીરમાં રહેલે આત્મા મૂળરવરૂપે કે છે તે બાબતમાં પિતાને ધ્યાનયોગે જે આત્માનુભવ થયે તે અને જણાવે છે. આત્માના જ્ઞાનીને જ પરમાત્માનું જ્ઞાન થાય છે તેથી આ મંત્રના સૃષ્ટા ઋષિ દેહમાં રહેલા આત્માનું વસ્તુતઃ સત્યસ્વરૂપ કેવું છે તે જણાવે છે. આત્મા શુક્ર અર્થાત્ અનંતવીર્યરૂપ છે અને તે ગાય છે તેનું વર્ણન કરવામાં આવે છે. કેટલાક મનુષ્ય કાયાનેજ આત્મા કહે છે, કેટલાક પ્રાણને આત્મા માને છે પણ શરીર પ્રાણ તે આત્માથી ભિન્ન છે. પંચભૂતનું શરીર બનેલું છે. તે પંચભૂત જડ છે અને બ્રહ્મ તે ચેતનાશક્તિ સહિત છે. પ્રાણમાં પણ ચેતના શક્તિ નથી તેથી દેહ અને પ્રાણથી આત્મા ભિન્ન જાણું. હું જાણું છું, મારી કાયા નિગી છે, મારું શરીર જાડું છે પાતળું છે એમ જાણનાર આત્મા તે શરીરથી ન્યારે છે. પંચભૂતથી આત્મા ત્યારે છે એ વિષયનું પ્રતિપાદન કરનાર સૂડાંગસૂત્ર, નંદિસૂત્ર, આચારાંગસૂત્ર તથા સમ્મતિતર્ક અને શાસ્ત્રવાર્તા સમુચ્ચય, વગેરે અનેક શાસે છે તે વાંચવાથી કાયાથી ભિન્ન આત્માને નિશ્ચય થાય છે. યુરેપના જડવાદીઓ પણ કાયાથી ભિન્ન આત્મા છે એવું હવે માનવા લાગ્યા છે. ભૂતપિશાચ વગેરે વ્યંતરને અન્યલેકેના શરીરમાં પ્રવેશ થવાથી તેઓ શરીરથી ભિન્ન કંઈ ચેતન બ્રહ્મતત્ત્વ છે એમ નિશ્ચયપર આવ્યા છે. જલમાં દુધ ભળે છે, પણ તે જલથી ભિન્ન છે તેમ શરીરમાં આત્મા છે અને તે કાયાથી ભિન્ન છે એમ જે જાણે છે માને છે તે ચેતન્યવાદી છે, આત્મવાદી છે, તે પ્રભુમાર્ગ તરફ વળે છે અને આત્માના જ્ઞાન અને આનંદને નિશ્ચય કરે છે. આત્મા અકાય છે એ નિશ્ચય થયા પછી દેહાધ્યાસને નાશ થાય છે.
For Private And Personal Use Only