________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તમે ગુણી અને સર્વગુણ સર્વજીવે છે તે સર્વ એક વિચારવાળા બને નહીં એ કુદ્રતી નિયમ છે માટે કોઈપણ ધર્મ પાળનારાપર દ્વેષ ન કરવો, ભિન્નધમીની ધર્મષથી હિંસા ન કરવી. ધર્મદે કોઈનું બૂરૂ ન કરવું. સર્વ પ્રકારના મતાનું અનેક દૃષ્ટિએ સ્વરૂપ વિચારવું અને તેમાંથી સાપેક્ષ દૃષ્ટિથી સત્ય ગ્રહણ કરવું. દુનિયામાં એક જ જાતનું વૃક્ષ ન હોય તેમજ વિશ્વમાં સર્વત્ર એકજ અમુક માન્યતાવાળો ધર્મ હોતે જ નથી, માટે કઈ પણ ભિન્ન ધર્મવાળા મનુષ્યને પિતાને ધર્મ મનાવવા તેઓ પર જૂલ્મ ન કરવો. ભિન્ન ભિન્ન ધમીઓને અને નાસ્તિકોને સ્વાત્મસમાન દેખવા અને સર્વ જાતના ધમીઓ સાથે મૈત્રીભાવ ધારણ કરવો. સર્વ પ્રકારના પ્રાચીને અર્વાચીન ધર્મશાસ્ત્રમાંથી સાત ને અને સાતસે ઉપભેદેની દષ્ટિની અપેક્ષાએ જે અંશે જે જે સત્ય લાગે તે તપાસી ગ્રહણ કરવું અને જે સત્ય ન લાગે ત્યાં સમભાવે વર્તવું. રાગદ્વેષ અહંતા મમતાની વૃત્તિને ક્ષીણ કરવાથી તથા અનેકાંતજ્ઞાન મેળવવાથી અપેક્ષાએ સત્ય ગ્રહાય છે. શ્રી આનંદઘનજીએ સર્વ દર્શનને અપેક્ષાએ જિનદર્શનનાં અંગે કહ્યાં છે, માટે અનેક નયેની અપેક્ષાએ સર્વદર્શનેને જિનદર્શનના અંગતરીકે જાણતાં શીખવું. સર્વજ્ઞમહાવીરપ્રભુએ અનેકનની પરસ્પર સાપેક્ષાવાળ જૈનધર્મ પ્રરૂપે છે તે સાગર સમાન છે અને તેમાં અનેકમતરૂપીનદીઓ ભળે છે, સર્વધર્મશાસ્ત્રોમાં રહેલું સત્ય સાપેક્ષદૃષ્ટિએ વિચારવું. જૈનએ જૈનધર્મશાસ્ત્રને આગમ તરીકે માનવાં અને વેદવેદાંતાદિક સર્વધર્મશાસ્ત્રમાં જે જે નાની અપેક્ષાએ જે સત્ય જણાય તે માનવું અને ઉદાર દૃષ્ટિથી અને મૈત્રીભાવથી સર્વ જાતના ભિન્નભિન્નધમીઓ સાથે વર્તવું. એટલું પ્રસંગોપાત્ત કહી વિષયાંતર નહિ. કરતાં હવે પ્રાસંગિક મંત્રના રહસ્યને મારી દૃષ્ટિએ જે અનુભવ થયે છે તે જણાવું છું.
For Private And Personal Use Only