________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનનારાઓને નાસ્તિક મિથ્યાત્વીઓ જાણવા. બૌદ્ધો બૌદ્ધ ધર્મના શાને નહીં માનનારાઓને નાસ્તિક કહે છે. સર્વદર્શનવાળાએ પિતાને આસ્તિક માને છે અને અન્યને નાસ્તિક માને છે અને પિતાને મત તથા તત્કૃતિપાદકશાને સત્ય માનીને અન્ય મતવાળાઓને તથા તેઓનાં શાસ્ત્રો મત વગેરેનું અનેક યુક્તિથી ખંડન કરે છે. પૂર્વમાં અને પશ્ચિમમાં આત્માઓ, પરમેશ્વર, અને વિશ્વ સંબંધી તથા ધર્મ સંબંધી પરસ્પર મળતી કંઈક અને પરપર વિરૂદ્ધ એવી ઘણી માન્યતાઓ છે. તત્ત્વોને દર્શનેને, અભ્યાસ કરવો પણ વિચારભેદે ધમભેદે પરરપર મનુષ્યોએ રાગદ્વેષ, વૈર, યુદ્ધ, ખૂન, કલેશ વગેરેથી પાપકર્મો ન કરવાં. વિશ્વશાળામાં મનુષ્ય વિદ્યાર્થિ છે, કઈ વિદ્યાર્થિી આગળ છે અને કેટલાક પાછળ છે. સર્વ સત્યના આકાંક્ષી છે. જેટલું સમજે છે તેટલું માને છે. દુનિયામાં કોઈ પણ દર્શન, ધર્મ, અને શાસ્ત્રને અંધરાગ ન ધારવો. દુનિયામાં સદા સર્વદા દેશનું અને વેદધર્મનું વ્યાપકપણું થયું નથી અને થનાર નથી તેમજ દુનિયામાં પ્રીતિધર્મ સર્વદા વ્યાપક થયો નથી અને થનાર નથી. મુરલીધર્મ સર્વદા સર્વથા વિશ્વમાં વ્યાપક થયું નથી અને થનાર નથી. બૌદ્ધધમ પણ વિશ્વમાં સર્વથા વ્યાપક થયે નથી અને થનાર નથી. દુનિયામાં જૈનધર્મ પણ વિશ્વમાં સર્વથા વ્યાપક થનાર નથી. યાહુદી, જરરસ્ત વિગેરે ધર્મો વિશ્વમાં વ્યાપક થયા નથી અને થનાર નથી. દુનિયામાં એક બ્રહ્મની અભેદમાન્યતાવડે દુનિયાને એકજ ધમ બનાવવા પ્રયત્ન કરનાર શ્રી શંકરાચાર્યની અદ્વૈતમાન્યતા પણ વિશ્વમાં સર્વત્ર પ્રસરી નથી અને પ્રસરનાર નથી. રામાનુજ વીભાચાર્ય, વગેરે આચાર્યોની માન્યતાની પણ તે દશા જાણવી.. દુનિયાના છને ભિન્નભિન્નકમે અને ભિન્ન ભિન્ન મતિ છે તેથી તેઓ કઈ પણ કાળમાં એક ધર્મવાળા બની શકે નહીં. રજોગુણી
For Private And Personal Use Only