________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક-વીરૂપ કહ્યો છે. અનંત વીર્ય-શુક્ર-શક્તિરૂપ આત્મા છે. દેહના શુક્ર વીર્યથી આત્માનું વીર્ય અરૂપ અને અનંત શક્તિરૂપ છે. આત્મા અનંત વીર્યરૂપ છે. જ્ઞાનાર્ણવમાં કહ્યું કે છે કે–ગ अनंतवीर्योय मात्माविश्वप्रकाशक, स्त्रैलोक्यं चालयत्येव ध्यान शक्ति અમાવતના આત્મા અનંત વીર્યરૂપ છે અને તેવિશ્વ પ્રકાશક છે તે ધ્યાન શક્તિના પ્રભાવથી ત્રણલેકને ચલાયમાન કરવા શક્તિમાન છે. આત્મા–બ્રહ્મ-અનંત શક્તિમય છે. જ્યારે આત્મામાં અત્યંત મન લયલીન થાય છે ત્યારે આત્માના વીર્યને પ્રાદુર્ભાવ થાય છે. જેમ જેમ આત્મામાં મન રમે છે તેમ તેમ આત્મવીર્ય પ્રગટ થાય છે. આઠમા અંતરાય કમથી આત્માનું અનંતવીર્ય આચ્છાદિત થયું છે તે અંતરાય કર્મના નાશથી પ્રગટે છે. પરમાત્માના અનંતવીર્યમાં સંયમ કરવાથી અનંતવીર્ય પ્રગટ થાય છે. પૃથ્વીતત્વ કરતાં જલમાં અને જલ કરતાં વાયુમાં અને વાયુ કરતાં અગ્નિતત્વમાં ઘણું શક્તિ છે. પંચતત્ત્વ કરતાં પ્રાણમાં ઘણી શક્તિ છે. પ્રાણ કરતાં મનમાં ઘણી શક્તિ છે અને મન કરતાં સૂફમમાં સૂક્ષ્મ અરૂપી આત્મામાં અનંત શક્તિ રહેલ છે તેથી સર્વજડેવિશ્વને પ્રભુ આત્મા સિદ્ધ થાય છે. આત્માઓ ત્રણ પ્રકારના છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ જાણવું જોઈએ. જયાં સુધી જડદેહાદિમાં આત્મબુદ્ધિ છે ત્યાં સુધી બહિરાભાભાવ જાણે. શરીરઆદિ જડવસ્તુઓથી વસ્તુતઃ આત્મા ભિન્ન છે અને તે પરમાત્મપદ પામી શકે છે એવા દઢ જ્ઞાનના નિશ્ચયવાળા અંતરાત્માઓ છે. સર્વથા કર્મ રહિત તથા ઘાતિકર્મ રહિત શાત્માઓ તે પરમાત્માઓ થાય છે એવા અનંત પરમાત્મા થયા અને અનંત થશે એમ જૈન શાને સિદ્ધાંત અપેક્ષ એ છે. શંકરાચા
ના સિદ્ધાંતવાળા અદ્વૈતવાદી વેદવેદાંતાદિ માનનારાઓ વેદ વેદાંતના આધારે એમ પ્રતિપાદન કરે છે કે એક બ્રહો સત્ય છે. બ્રહ્મ અર્થાત્ પરમેશ્વર વિના. અન્ય જગત વગેરે પદાર્થો નથી. સર્વ
For Private And Personal Use Only