________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેખે છે અને અન્ય જીવોને પુત્રાદિક સમાન આત્મીય ગણે છે, મન ઈન્દ્રિય શરીર દ્વારા ક્ષણિક સુખે ભેગવવાના સ્વાર્થથી તેઓ મનુષ્ય પશુ પંખી વિગેરેની હિંસા તથા તેઓને પીડા કરતા નથી તથા તેઓ પર અન્યાય જુલ્મ ગુજારતા નથી, તેઓ સર્વજીપર આત્મભાવનાથી વર્તે છે તેમજ અન્ય જીવોના અપરાધની શક્તિ છતાં માફી આપી પાપીઓને પણ સુધારી પ્રભુ માર્ગમાં લેઈ જાય છે, તેઓ સર્વજીને આત્મજ્ઞાન આપે છે અને અનાર્ય પાપીઓને પણ પવિત્ર બનાવે છે. પાપીઓને ધિક્કારવા નહિ પણ તેઓના દે ટાળવા માટે તેઓમાં આત્મભાવ ધારવો. તેઓ આત્મરૂપ છે એવી દૃઢ માન્યતા રાખી તેઓ સાથે વર્તવું, દુર્જન હિંસકેથી સાવધ સાવચેત રહીને તેઓનું ભલું કરવા પ્રયત્ન કરવો. તેઓને આત્મવત્ દેખવામાં અને આત્મવત ભાવવામાં અપ્રમત્ત રહેવું. દુનિયામાં સર્વજીવો એકદમ સાત્વિક જ બની જતા નથી પણ જેને આત્મશુદ્ધિ કરવી છે અને પ્રભુસ્વરૂપમયજીવન કરવું છે તેણે તે આ પ્રમાણે સર્વજીવોમાં આત્મભાવના ભાવવી, સર્વ જીવોને આત્મવત દેખવા, સ્વાર્થ, કીર્તિ, બાહ્ય સુખ પ્રતિષ્ઠા શરીર લક્ષ્મીઆદિ સર્વ પરથી અહંમમત્વ ભાવ ઉઠાવી દેવો અને આત્માનું જ્ઞાન કરી આત્માનું ધ્યાન ધરવું. સર્વજીવોપર કરૂણાભાવ, મૈત્રીભાવ, તથા તેઓના ગુણ સંબંધી પ્રમોદભાવ ધારણ કરવો. સર્વજીને આ ત્મસમા માનવાની ભાવનામાં અને તેના વર્તનમાં કરેડે વિને નડે છે, હજારે શત્રુઓની ગરજ અજ્ઞાન મેહ સારે છે તેથી ઉપરના મૂળ બ્લેક પ્રમાણે દેખવું અને વર્તવું સહેલું નથી. સર્વ જીવોને આત્મસમા દેખ્યા વિના વ્યક્તિ, કુટુંબ, સમાજ, દેશ, સંધ, વિશ્વરાજયમાં શાંતિ સુખ સ્થિરતા નથી. કરડે અન્ય ઉપાયે કરવામાં આવે તે પણ પિતાને અને વિશ્વલે કાને આવી લખેલી દિશા આવ્યાવિના ઉદ્ધાર થ નથી અને થવાને નથી તથા મોક્ષ
For Private And Personal Use Only