________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા કેઈ મનુષ્યપર તિરસ્કાર આવતું નથી.આવી દશા પ્રગટ કરવા માટે ઉપરના મંત્રપ્રમાણે સર્વત્ર દેખવું જોઈએ. સર્વાત્માઓને સર્વ જીવોને આત્મસમાન ગણવા જોઈએ. દેશભેદ, જાતિભેદ, ધર્મ, ભેદ, રાજયભેદ, વાર્થભેદ, લિંગભેદ, આદિ મનના કલ્પિત ભેદને નાશ કરીને આત્માના શુદ્ધવરૂપને અનુભવ કરવાની ઈચ્છાવાળાએ જે જ મન વગેરે દેખાય તેઓના આત્માઓને વાત્મસમાન ગણવા અને સ્વાત્મભાવે વર્તવું કે જેથી વિષયવૃત્તિને સ્વમેવ ક્ષય થઈ શકે. અન્ય જીવોની હિંસા તે આત્માની હિંસા છે, અન્ય જીવોને ધિક્કાર તે પિતાને જ ધિક્કાર છે. અન્યમાં પ્રભુ જેવા તે નિજમાં પ્રભુને જોવા જેવું છે. સખંડ સર્વ દેશના લેકેએ પરસ્પર એક બીજામાં આત્મભાવ ધારે અને પરસ્પર મિત્રીભાવથી વર્તવું. ગામનીપુ, વર્તને તથા शुद्धब्रह्मपकाशाय भवत्येवन संशयः ।। सर्वदेहेषु जीवानां सिद्धत्वंसत्तयासदा पश्यतिब्रह्मभावेन वर्ततेवमहाप्रभुः ॥ (जैनआत्मोपनिषद् ) આત્માની પેઠે સર્વ જેમાં આત્મપણું દેખવું તથા આત્મવત્ સર્વજીની સાથે વર્તવું તે શુદ્ધબ્રા પ્રકાશને માટે છે. અર્થાત્ એવા દર્શન અને વર્તનથી રજોગુણ તમગુણને નાશ થાય છે અને દીપકની ચારે બાજુએ રહેલા કાચના જેવા સત્વ ગુણને પણ નાશ થાય છે તેમાં જરા માત્ર સંશય નથી. સર્વ દેહમાં રહેલા જીવોનું સિદ્ધવ સત્તાએ છે તેને જે દેખે છે, બ્રહ્મભાવના દૃષ્ટિથી સર્વ પ્રાણએને જે બ્રહ્મસ્વરૂપે–આત્મસ્વરૂપે દેખે છે અને તે પ્રમાણે વતે છે તે મહાપ્રભુ જીવતાં છતાં જાણે. એવા મહાપ્રભુ જ્ઞાની સંતના દર્શનથી અનેક ભવનાં બાંધેલા પાપ કર્મ ટળી જાય છે. આવી આત્મા ભાવના ભાવતાં કોઈ અપકાલમાં પરમાત્મપદ પ્રાપ્ત કરે છે અને કોઈ ત્રણ ચાર સાત આઠ ભવમાં મુક્ત શુદ્ધ પરમાત્મા થાય છે. દિઈ પણ વિચારમાં આવેલી છલ ભાવનાને
For Private And Personal Use Only