________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यस्तुसर्वाणिभूतान्या-त्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते॥६॥ईशा०॥ | શબ્દાર્થ-જે મનુષ્ય સર્વ ભૂતેને-સર્વ જીવોને આત્માની પેઠે દેખે છે અને સર્વ ભૂતેમાં આત્માને દેખે છે તે અન્યની જુગુપ્સા કરતું નથી.
અનુભવાર્થ-–પિતાનામાં સર્વ જીવોને દેખવાથી અને સર્વ આત્માઓમાં સર્વ જીવોમાં પોતાને દેખવાથી અર્થાત્ આ
ભસરખા સર્વ જીને દેખવાથી વિશ્વમાં કોઈની ઈર્ષ્યા, દ્વેષ, જુ ગુફા, હિંસા થતી નથી. આત્મસરખું વિશ્વ છે. આત્મસરખા સર્વ જીવો છે એવું વર્તન તે પ્રભુમય જીવન છે એવા સમભાવ ચારિત્રથી આત્મા સાક્ષાત્ પરમાત્મા બને છે. પરમાત્મપણું અં:રૂમાં છે એ કઈ બહારથી આવતું નથી. આત્માની સમભાવરૂપ ચારિત્રદશા પ્રગટતાં જ આત્મા સ્વયં પરમેશ્વર બને છે. ઘટ ઘટ આત્મારૂપ પરમાત્મા મહાવીર દેવ છે. જ્યાં ત્યાં જે આત્માને દેખે છે અને બાકીનાં કર્મવિષ્ટ પર જે લક્ષ દેતા નથી, તથા આત્માઓને લાગેલાં કર્મોને જે જડરૂપે જાણે છે તે તેઓની કર્મદિશાપર રાગદ્વેષ કરતો નથી તે બ્રહ્મજ્ઞાની બ્રહ્મમય જીવન જીવનાર છે, તે દુનિયામાં કેઇપણ પ્રાણુની નિંદા કરતું નથી અને કઈ પિતાના આત્માથી નીચ છે એમ માનતા નથી. વિશ્વમાં સર્વજીવો એક સરખા વસ્તુત છે. જીવો જે કંઈ ઉચ્ચ નીચ દેખાય છે તે કર્મકત ઉપાધિથી છે. કર્મઉપાધિથી સર્વાત્માઓ કંઈ મૂલસ્વરૂપથી જુદા પડતા નથી. આત્માનું મૂળ સત્ય ધર્મસ્વરૂપ જેવું અને સર્વ જીવોને આત્મસમાન દેખવા. એમ દેખવાથી કઈ પ્રાણ પર વિભાવ રહેતે નથી અને કોઈ ખરાબ લાગતું નથી. કોઈ પ્રાણી પર
For Private And Personal Use Only