________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હત
પરમાત્મા તારી શકતા નથી. આત્મા તેજ પરમાત્મા છે અને તે પશ્ચાત્તાપથી અનંત કર્મોથી મુક્ત થાય છે. બહુ વિચાર કરીને કોઈ કાર્ય કરવું તથા બોલવું કે જેથી પશ્ચાત્તાપ કરે પડે નહીં. દુનેને સંગ તજ અને સજજનેની સંગતિ કરવી. અન્યને પ્રતિ જે અપરાધ કર્યા હોય તેઓને જેમ બને તેમ રૂબરૂમાં ખમાવી લેવા, અને નવાં વૈર ન બંધાય એવી રીતે મનવાણુકાયાથી વર્તવું. ઈન્દ્રિયેના વિષયમાં આસક્ત થવાથી પશ્ચાત્તાપ થાય છે. એકદમ ગુસાદિકના આવેશમાં અવિચારી કાર્ય કરવા તત્પર ન થવું એ રીતે વર્તવાથી પ્રતિક્રમણક્ારા આત્માની શુદ્ધિ થાય છે અને પરત્માને અનુભવ આવે છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સાનાપર જય મેળવવાથી આત્માની શુદ્ધિ થાય છે. સર્વથા પ્રકારે અન્યની મશ્કરી કરવાને ત્યાગ કરે. કલેશનું મૂળ હાંસી છે. અન્યની હાંસી કરવાથી અનેક પ્રકારના કશે પ્રગટે છે. પિતાના મનમાં ખરાબ આશય ન હોય તે પણ અન્યની મશ્કરી કરવાથી મહા પાપની વૃત્તિ કરવાનો પ્રસંગ આવે છે. રેગનું મૂળ ખાંસી છે અને કલેશનું મૂળ હાંસી છે. અનેક પ્રકારની હાંસી ન કરવી અને કરનારની પ્રશંસા ન કરવી અને હાંસી કરવામાં સહાયકાર પણ ન થવું. મનમાં પરમેશ્વરનું સ્વરૂપ ધારણ કરવું. રતિ અરતિના પ્રસંગોમાં સમભાવ ધારણ કરવો. કેઈવાર રાજાના સિંહાસનપર બેસવાને વખત આવે અને કોઈવાર ઝાડું કાઢવાને વખત આવે તે તે બેમાં સમભાવે વર્તવું. કઈ વખત આખી દુનિયા પગે પડે અને કઈ દુનિયા પિતાને પત્થર મારે, કઈ વખત અમૃત ભજન ખાવા મળે અને કોઈ વખત ભીખારીની પેઠે માગતાં પણ શેટલે ખાવા ન મળે તે તેથી હર્ષ શેક ન ધારે અને પરમાત્મામાં મન રાખવું. આત્માનું અને કર્મનું સ્વરૂપ વિચારવું. નાટકીયાની પડે કર્મથી ચેરાશી લક્ષનિમાં અવતારરૂપ નાચથી નાચવું
For Private And Personal Use Only