________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને પશેન્દ્રિય ભોગબુદ્ધિ રાખવાની જરૂર નથી એમ જાણીને કામની વૃત્તિને પ્રગટતી જ ક્ષય કરી નાખે છે. કામરાગ એ પશુ વૃત્તિ છે. શરીર ઈન્દ્રિયદ્વારા ભેગા માટે તે રાગ તે કામરાગ છે અને જડના સર્વ વિષયોને રાગ જેમાં રહેતો નથી, ફક્ત સર્વ શરીરમાં રહેલા આત્માઓ પર રૂચિ પ્રગટે છે તે શુદ્ધપ્રેમ છે. શુક્રપ્રેમીને જડ વિષમાં સુખની બુદ્ધિ રહેતી નથી. કામીને ચામડી અને વિષને ભોગ ઈષ્ટ છે તેથી તે આત્મામાં સુખ છે તેને રંગી બનતું નથી. આત્મપ્રભમજ અનંત આનંદ છે એ નિશ્ચય થતાં કામરાગની વૃત્તિ અને પ્રવૃત્તિ શનૈઃ શનૈ ટળે છે, છેવટે પૂર્ણ રીતે ટળે છે અને આત્મા આપોઆપ પ્રભુ બને છે. જડવતુંના બનેલા શરીરે સુધીના સનેહરાગથી શરીરમાં રહેલ આત્મપ્રભુ પરખાતું નથી. કામરાગની પેઠે સ્નેહ રાગને ત્યાગ કરે. આત્મા વિના શરીરમાં પુત્રાદિકનો રાગ તે નેહ રાગ છે, તેથી આત્માની ઝાંખી થતી નથી. દૃષ્ટિરાગને ત્યાગ કરીને ગુણ રાંગ ધારો. સમજયા વિના એકતિ કેઈપર જડદષ્ટિથી રાગી બની જવું તે દૃષ્ટિરાગ છે. મનથી રાગ થાય છે અને આત્માવડે આત્મપ્રેમ થાય છે. સ્વાત્માની પેઠે સર્વ વિશ્વમાં આત્માઓને ચાહવા પણ દેહની દરકાર ન કરવી. ફક્ત દેહમાં રહેલા આત્માઓને પ્રભુરૂપ ચાહવા અને એક અભેદપ્રેમે તેઓની સાથે આત્મભાવે વર્તવું, તેથી હૃદયમાં ક્ષણમાં પરમાત્માને અનુભવ આવે છે. પાપકર્મને પશ્ચાત્તાપ કરે, હદયમાં દિલ્માં પરમેશ્વરનાં દર્શન માટે અત્યંત ઉત્સુક બનવું. પાપકર્મો કરવાં નહિ અને મનવાણુકાયાથી જે જે પાપકર્મો કર્યા હૈય, જે જે પાપથાનકે સેવ્યાં હોય તેઓને પશ્ચાત્તાપ કરે. આંખમાં અંગ્સ આવે અને હૃદયમાં પશ્ચાત્તાપ ઉભરાઈ જાય તથા આખું શરીર પશ્ચાત્તાપથી ધ્રુજી ઉઠે અને પુનઃ પાપકર્મો અને પાપવિચાર ન થાય એવી રીતે પ્રાર્થના થાય એવા દૃઢનિશ્ચયથી વર્તવું. પ્રાતઃ કાલેમાં
For Private And Personal Use Only