________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ મત પન્ય પ્રગટય એમ અપેક્ષાઓ કહેવાય છે. અમુક શાસ્ત્રો તથા અમુકદે પહેલાં અમુક ધર્મ નહોતે એમ એક કળી શકાય નહીં. કારણ કે અમુક શાસ્ત્રો અને વેદ પૂર્વે પણ બીજી રીતે અનાદિકાલથી તે તે દર્શન ધર્મના વિચારનું અસ્તિત્વ હતું, એમ જયારે સમજવામાં આવે છે ત્યારે અમુકદર્શન તથા અમુકધર્મ પૂર્વે હતું અને અમુકદર્શનધર્મ પાછળથી થયે એમ હઠ કદાહથી સિદ્ધ કરવા મહ થાય નહીં. અને તે સંબંધી મિથ્યા બુદ્ધિ રહે નહિં. આત્માના જ્ઞાનના અસંખ્ય કિરણે પૈકી અમુક સંખ્યાવાળાં કિરણે તે મતદર્શન પંથ છે અને જ્ઞાનનાં અનંતકિરણે તે સર્વે અપેક્ષાએ સત્ય છે એવું સમજવું અને તેની શ્રદ્ધા કરી યથાશક્તિ આત્માની શુદ્ધિ કરવા પ્રવર્તવું તેજ મહાવીરદેવના ઉપદેશનું મૂળ સત્ય રહસ્ય છે અને એજ અનેકાન્ત સ્યાદ્વાદદષ્ટિવાળું જૈનધર્મનું સત્ય રહસ્ય છે દષ્ટિની સર્વ સાપેક્ષ બાજુઓને એકઠી કરવાની સત્ય કુંચી તે જૈનશામાંથી સાતનની સાપેક્ષજ્ઞાન પ્રાપ્ત કરવાથી પ્રાપ્ત થાય છે. શ્રીમદ્ આનંદધનજીએ એવી જ્ઞાનકુંચી પ્રાપ્ત કરીને તથા સર્વગનાં શાસ્ત્રોનું અધ્યયન કરીને યોગાભ્યાસ કરીને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એવા જૈનશાનથી સર્વ પ્રકારની કૃતિનું સાપેક્ષજ્ઞાન કરી શકાય છે. નંદિસૂત્રમાં એવા હેતુથી સમ્યગ દૃષ્ટિને અન્ય મિથ્યાત્વસંબંધી તથા દર્શનસંબંધી શાસ્ત્રો પણ સમ્યકત્વરૂપે પરિણમે છે અને અજ્ઞાનીને સમ્યગુશાસ્ત્રો પણ મિથ્યાત્વરૂપે પરિણમે છે એમ દર્શાવ્યું છે. શ્રીમદ્દ યશોવિજ્યજીઉપાધ્યાએ સ્વરચિતરામાં સર્વ દર્શને કયા કયા નયથી પ્રગટયાં છે તે જણાવ્યું છે અને એ સર્વનની સાપેક્ષમાન્યતાને અંશે અંશે અપેક્ષાએ સત્ય સ્વીકારવી તે જનદર્શન છે એમ જણાવ્યું છે, આત્માના મતિવ્રુતજ્ઞાનના સભ્ય મિથ્યાપયરૂપ સર્વ વિશ્વસથવર્તિસર્વધર્મમતદર્શનપંથ
For Private And Personal Use Only