________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
સ્વિરૂપે અતિરૂપ થાય છે એમ અપેક્ષાએ જૈનતત્ત્વષ્ટિ છે. બદ્ધધર્મમાંથી જૈનધર્મ નીકળે નથી. વૈદિક હિંદુઓ અને જૈનહિંદુઓ કથંચિત બાહ્યથી ભિન્નકમમંત્રાદિકથીકેસોળ સંસ્કારને વી. કરે છે. વૈદિકપૌરાણિકહિંદુઓ અને આ જૈનહિંદુઓ બન્ને રામ અને કૃષ્ણ, હનુમાન દેવીઓ, નવગ્રહે, દશ દિપાલ, તિષશાસ્ત્ર વગેરે કથંચિત સામાન્યભાવે એક સરખું માને છે. જેનતત્ત્વદર્શન છે તે અનાદિ અનંત છે અને તે સર્વદર્શનેથી અલગ દર્શન છે. વેદિકહિંદુઓના ધર્મ કરતાં જૈનધર્મ પ્રાચીન છે અર્થાત જૈનધર્મ તત્વજ્ઞાન તથા વૈદિકતત્વજ્ઞાન અનાદિથી છે. કોઇનામાંથી કોઈ નીકળ્યું નથી. અને તે આત્માના જ્ઞાનમાંથી અમુક દશાએ પ્રગટે છે અને તે આત્મામાં એકભાવે અંતર્ભાવ પામે છે, આત્મા જ્ઞાનમય છે અને તે અનાદિ છે અને તેમાંથી પ્રગટ થનાર ધર્મો પણ સત્તાની અપેક્ષાએ અનાદિથી છે અને અનંતકાલ પર્યંત વર્તશે. અમુકશા. પ્રાચીન છે અને અમુક શાસ્ત્રો અર્વાચીન છે એમ માનવું તે અજ્ઞાન છે. વેદધર્મવાળાએ વેદોને પ્રાચીન ગણે છે પણ તેમાં જૈનતત્ત્વજ્ઞાન છે અને તે પ્રાચીન જૈનશા કે જે નષ્ટ થયાં તેઓમાંનું અમુકાપેક્ષાએ છે. દરેક તીર્થંકરનું જ્ઞાન તે વેદ છે. એક તીર્થંકર પછી બીજા તીર્થંકર થાય છે, એટલે પહેલા તીર્થંકરનું તત્ત્વજ્ઞાન અને શાસ્ત્રો છે તે વર્તમાનમાં વર્તનારતીર્થંકરના ઉપદેશરૂપે પ્રસિદ્ધ થાય છે તેથી તે અપેક્ષાએ વેદની અપેક્ષાએ જૈનતત્ત્વજ્ઞાનધર્મ ઘણે પ્રાચીન છે એમ કહેવામાં વાંધો આવતો નથી. આત્મામાં જ જૈનધર્મ છે માટે આત્મા અનાદિકાલીન હેવાથી જૈનધર્મ પણ સત્તાએ અનાદિકાલથી છે અને વેદાંતાદિકતત્ત્વજ્ઞાન પણ આત્માનું અમુકજ્ઞાનકિરણ હેવાથી અનાદિકાલથી છે. એકેક દૃષ્ટિથી પ્રગટેલા દર્શનેના વિચારે તે અનાદિકાલથી છે, ફક્ત અમુક મનુષ્યદ્વારા તે વિશેષ પ્રકાશિત થવાથી અમુકમનુષ્યથી અમુક
For Private And Personal Use Only