________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની અને દેવગુરૂની બાબતમાં કપટથકી જાડું ન બોલવું, આજીવિકા માન પૂજાદિ કારણે કપટથી પરમેશ્વરનાં દર્શન ન કર્યા હોય તેપણ દર્શન કર્યા છે એમ બેલવું, તથા આત્મજ્ઞાન ન થયું હોય તે પણ કહેવું કે મને આત્મજ્ઞાન થયું છે એમ કહી લે કેને વિશ્વાસ પમાડી પોતાના શિષ્ય ભક્ત બનાવવા ઠગવા અને માયાથકી જાડું બેલીને ધર્મની બાબતમાં માયામૃષાવાદી ધર્મશાસ્ત્રો બનાવવાં, પિતાનામાં ગુણે ન હોય અને પોતાને ગુણી કહે તે ભાયામૃષાવાદથી મહાપાપ કર્મ બંધાય છે, માટે દેવગુરૂ ધર્મ તત્ત્વ જ્ઞાનમાં જેટલું સમજાય તેટલું કહેવું પણ કપટથકી જૂઠું ન બેલવું, તથા માયાથી જૂઠું બોલી દેવગુરૂ ધર્મતત્ત્વજ્ઞાનનું ખંડન ન કરવું એમ જે જાણે માયામૃષાવાદનો ત્યાગ કરે છે તે હૃદયમાં પરમાત્માને અનુભવ કરવા સમર્થ થાય છે. માથામૃષાવાદની પેઠે અઢારમા મિથ્યાત્વ સ્થાનકને ત્યાગ કરે. અસત્ય દેવગુરૂ ધર્મને ત્યાગ કરીને સત્ય દેવગુરુધર્મની શ્રદ્ધા ધારણ કરવી. દેવગુરૂ ધર્મ સંબંધી સંશય ન રાખવે. મિથ્યાત્વ બુદ્ધિને ત્યાગ કરે અને સમ્યકત્વ બુદ્ધિની પ્રાપ્તિ કરવી. અધર્મમાં ધર્મ બુદ્ધિ ન ધારવી અને અદેવમાં દેવ બુદ્ધિ ન ધારવી. સર્વજ્ઞ વીતરાગ દેવને ઉપદેશ સત્ય માન. અસત્યમાં સત્ય બુદ્ધિ ન ધારવી. સર્વ દોષ રહિત પરમાત્માની શ્રદ્ધા ધારણ કરવી. અજ્ઞાન તેજ મિથ્યાત્વ છે. જ્ઞાની સંતેની સેવા કરીને સમ્યગું જ્ઞાન મેળવીને સર્વજ્ઞ વીતરાગ દેવની આજ્ઞા પ્રમાણે વર્તવું. મિથ્યાત્વ શલ્ય નષ્ટ થવાથી આત્માની મુક્તિ થાય છે. સમ્યકત્વજ્ઞાનમાં પ્રભુ વસે છે. સમકિતીના હૃદયમાં આત્મપ્રભુને વાસ છે. સમ્યગ્ર દૃષ્ટિ થતાં પ્રભુનું સત્ય સ્વરૂપ સમજાય છે અને મિથ્યાત્વ દશામાં પ્રભુની નાસ્તિક બુદ્ધિ હતી તે રહેતી નથી, સાતનની અપેક્ષાએ દેવગુરૂ ધર્મ, તત્ત્વજ્ઞાનનું સ્વરૂપ વિચારતાં હૃદયમાં આપોઆપ પ્રભુ પરખાય છે અને આત્મા તેજ
For Private And Personal Use Only