________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને પાપનું ફલ અરતિ છે. પુણ્ય અને પાપ બે પુદગલ છે તેનું કુલ ક્ષણિક છે અને આત્માનું સુખ નિત્ય અનંત છે એ દૃઢજ્ઞાન નિશ્ચય કરીને જેઓ રતિમાં અને અરતિમાં હર્ષ શોકથી મોહ પામતા નથી તેઓના હૃદયમાં જ પ્રભુ પરમાત્મા છે. તેઓનાથી પ્રભુ પરમાત્મા દૂર નથી. રતિ પામવાને માટે અને અરતિથી દૂર રહેવા માટે અજ્ઞાની મહી મનુષ્ય અનેક પ્રકારની જીવહિંસાદિ પ્રવૃત્તિ કરે છે, અનેક વ્યસને સેવે છે, છેવટે તેથી તેઓને ખેદ ડુંગર અને કાઢવો ઉંદર જેવું કુલ પ્રાપ્ત થાય છે. રતિમાં રાગ અને અરતિપર દ્વેષ કરીને મનુષ્ય બાહ્ય વિષયમાંજ લપટાઈ રહે છે એવા અજ્ઞ મહી મનુષ્યના હૃદયમાં પરમેશ્વર પ્રિય નથી તેઓ તે પરમેશ્વરને પણ રતિની પ્રાપ્તિ માટે અને અરતિના પરિહાર માટે પૂજે છે, તેથી તેઓ બાહ્યનું ફલ પામી શકે છે પણ શુદ્ધાત્મપ્રભુથી દૂર રહે છે. ઈન્દ્રાદિકની પદવી પ્રતિષ્ઠા વગેરેથી થતી રતિ કલ્પિત છે. આત્મામાંજ પૂર્ણ આનંદ છે એવા દ્રઢ નિશ્ચયી જ્ઞાનીઓ શુદ્ધાત્મપ્રભુ કે જે પૂર્ણા નદ મય છે તે રૂપે થાય છે અને રતિ અરતિ વગેરેથી મુક્ત થાય છે. સોળમું પરપરિવાદ પાપસ્થાનક છે. પરની નિંદા કરવાથી અને હાનિ પહોંચે છે. પૃષ્ઠમાંસભક્ષક નિંદક છે. નિંદા કરવાથી પરંપરાએ અનેક દોષો પ્રગટે છે. કાકની પેઠે અન્યના દોષ જોવાની બુદ્ધિથી પરમાત્મપ્રતિ ગમન થતું નથી. નિંદક ચોથે ચંડાલ છે. સભ્ય દૃષ્ટિ આત્માઓ અન્યની નિંદા કરતા નથી. દેશદષ્ટિથી ગુણ દૃષ્ટિ ટળે છે. દેષ દૃષ્ટિથી કાઈના ગુણેની મહત્તા દેખાતી નથી. લાખે શાસ્ત્રો ભણવા છતાં અને વિષાચારથી વર્યા છતાં પણ જ્યાં સુધી અન્યના દે દેખવા બોલવાની ટેવ છે ત્યાં સુધી આત્માની શુદ્ધિ થતી નથી. ગુણાનુરાગી જયાં ત્યાં કોઈને પણ અંશ માત્ર ગુણ દેખી આનંદ પામે છે. શ્રી કૃષ્ણ ગંધાતા મરેલા થાનનાં સર્વ ગધી પાની પણ ન કરતાં જ તેના ત સારા હતા તેની
For Private And Personal Use Only