________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાની પ્રવૃત્તિ થાય છે. ચાડીશુગલી કરવાથી મન બુદ્ધિના અશુહતા વધે છે અને પ્રભુનાં દર્શન કરવામાં વચ્ચે અનેક પડદા ઉભા થાય છે. પૈશુન્યવૃત્તિ હેય અને પ્રભુ પાસે હૃદયમાં પ્રગટ થાય એમ બને નહિં. ચક્રવતિની પદવી મળતી હેય વા ઈન્દ્રાસન મળવાની કોઈ આશા બતાવે તો પણ તેવી લાલચે કદાપિ કોઈની ચાડીચુગલી ન કરવી. ચાડીચુગલી કરનારા વિશ્વાસઘાતી બને છે. ચાડીચુગલી કરનારા ગુરૂ દ્રોહ, મિત્ર દ્રોહ, સ્ત્રી દ્રોહ, માતપિતા પતિ દ્રોહ, સંઘ દ્રોહ, દેશ દ્રોહ, રાજ્ય દ્રોહ વગેરે મહાપાપે કરવામાં પાછા હઠતા નથી. ભયવૃત્તિવાળા લાલચુ સ્વાર્થી મનુષ્ય ગમે તેવી પ્રતિજ્ઞાઓને ભંગ કરીને અન્યની ચાડીચુગલી કરે છે. પશુન્ય વૃત્તિવાળાઓને એ સ્વભાવ થૈ જાય છે કે તેઓ વિના પ્રજને પણ ચાડીયુગલી કર્યા કરે છે એવા મનુષ્ય પ્રભુને પામવા પ્રાર્થના કરે વા અનેક પ્રકારની ક્રિયાઓ કરે, પ્રાણાયામ કરે, તપ કરે હૈયે તેઓ પશુન્યવૃત્તિ ત્યાગ્યાવિના પ્રભુને પામી શકતા નથી. પશુન્ય વૃત્તિથી પ્રભુ પમાતા નથી પણ પ્રભુમય વૃત્તિથી પ્રભુ પસાય છે. કોઈ ભય પમાડે વા ઘાત કરે તે ભલે કરે પણ ઠેઈની ચાડીચુગલી ન કરવી એવા દૃઢ નિશ્ચયથી જ જે પરમેશ્વરને ભજે છે તે હૃદયમાં સત્તામાં રહેલા પ્રભુને વ્યક્તિભાવે પામી શકે છે. પશુન્ય વૃત્તિ તે મનની નબળાઈ છે, મનને દેષ છેતેવીદેલવૃત્તિથી જીવવું તે પશુ જીવન છે. પશુન્ય વૃત્તિને માર્યાવિના મોક્ષ નથી. ચાડીયુગલી પણ એક પ્રકારની હિંસા છે તેથી અન્ય મનુષ્યના પ્રાણને નાશ થાય છે. ચાડીચુગલીથી કેઈની કીતિ, સત્તા, પ્રભુતા, લક્ષ્મી, પ્રતિષ્ઠા, વગેરેને તથા શરીર કુટુંબ વગેરેને નાશ થાય છે, તથા તેના મહાપાપથી પિતાને તથા પોતાના સંબંધીઓને નાશ થાય છે. ચાડીચુગલીથી પેટ ભરનારા કરતાં ભૂંડનું જીવન કરોડો ગણું શ્રેષ્ઠ છે! પરમેશ્વરને હુકમ છે કે હે મનુષ્ય શ્રી મહાવીરૂપ
For Private And Personal Use Only