________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને મનમાં ઉત્પન્ન થતા ક્રોધને વારે, એ પ્રમાણે પ્રાર્થના કરવી. જેના હૃદયમાં પ્રભુ છે તેને કલહની રૂચિ પ્રકટતી નથી, પ્રભુ ભક્તો ને સંતેને કલહ, પ્લેગ મહામારી સરખે લાગે છે, તેથી તેઓ કલહ શમી જાય એવી રીતે વતી પ્રભુને હૃદયમાં પ્રગટાવે છે, કલહની પેઠે અભ્યાખ્યાનને જે ત્યાગ કરે છે તે હૃદયમાં પ્રભુને અનુભવી શકે છે. દ્વેષ, ઇર્ષ્યા, વૈર, વાર્થ, ક્રોધ, માન, માયા, લોભ, જય આદિથી અવર અછતા દેશને આરોપ મૂક્યું તે ફૂટકલંક અભ્યાખ્યાન છે. અન્ય મનુષ્ય પર આળ કલંક ચડાવવાથી મહા પાપ થાય છે. અપર જૂઠ કલંક ચઢાવવું તે અન્યની હિંસા જ છે. અપર ફૂડું કલંક ચઢાવનારને અન્ય ભવમાં આળ ચઢે છે, જેવું જે કરે છે તેવું તે પામે છે. જ્યાં સુધી અભ્યાખ્યાન દેષ પિતાના હૃદયમાં વસ્યા કરે છે ત્યાં સુધી ટીલા ટપકાં જઈ યજ્ઞ વ્રત તપ જપ વગેરે કરતાં છતાં પણ પ્રભુપદની પ્રાપ્તિ થતી નથી, અપર આળ મૂકનારનું હૃદય મહામલીન હેાય છે તે છ માસ સુધી ઉપવાસ કરનાર હેય વા કરડે વર્ષ સુધી તપ તપનાર હેય તે પણ તે પ્રભુને સાક્ષાત્કાર કરી શકતું નથી. દ્વેષ વૈરથી અભ્યાખ્યાન દોષ પ્રગટે છે. સર્વેમાં આત્મપ્રભુએ છે તે પાસે છે અને દૂર સર્વત્ર સત્તા એ છે એમ જાણુને જે તે પ્રમાણે વર્તે છે તે અભ્યાખ્યાન દેષ ટાળી શકે છે અને આત્માને પરમાત્મારૂપે અનુભવે છે. આવ્યાખ્યાન દોષ ટાળ્યા વિના કોઈ પણ મનુષ્ય ખરેખર હૃદયમાં પ્રભુને અનુભવી શકાતું નથી, સર્વ બાબતને અનુભવ કરી કોઈ પણ મનુષ્ય સંબંધી કંઈ પણ મત બાંધો હોય તે બાંધે. કોઈ પણ મનુષ્યની કંઈ અફવા સાંભળી હોય તે પણ બન્ને બાજુને બન્ને પક્ષનો જાતે પ્રત્યક્ષ અનુભવ કર્યા બાદ કંઈ વિચારપર આવવું કેટલીક વખત લેક અનુમાનથી કલ્પના કરીને અન્ય મનુષ્યપર ડાબાપ કરે છે, કદાપિ કઈમાં કંઈક દેખવામાં આવે તે વૈર
For Private And Personal Use Only